ડભોઇ ભાજપ દ્વારા કોરોનાકાળ માં રાજકીય જમાવડો કરતા પ્રજા માં રોષ

ડભોઇ ભાજપ દ્વારા કોરોનાકાળ માં રાજકીય જમાવડો કરતા પ્રજા માં રોષ
ગુજરાત હાઇકોર્ટ ના સ્પષ્ટ આદેશ છતાં રાજકીય જમાવડો કરતા ભાજપ નેતાઓ
ગુજરાત માં કોરોના મહામારી ચરમસીમા પર છે લોકો મરી રહ્યા છે હોસ્પિટલમાં બેડ નો અભાવ છે,ઓક્સિજન પૂરતા પ્રમાણ માં નથી,લોકો પોતાના સ્વજનો ને દાખલ કરવા ભટકી રહ્યા છે,રેમડેસીવીર ઇન્જેક્શન ની અછત થી કાળાબજારી થઈ રહી છે આ તમામ સ્થાનિક પ્રશ્નો ને નજરઅંદાજ કરતા ભારતીય જનતા પાર્ટી ના ડભોઇ ના આગેવાનો,નેતાઓ, હોદેદારો ને બંગાળ ની ચિંતા સતાવી રહી છે.”ઘર ના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો” કહેવત સાર્થક કરતા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો એ કોરોના કાળ માં ગુજરાત હાઇકોર્ટ ના આદેશ છતાં રાજકીય જમાવડો કરતા ધરણા કાર્યક્રમ યોજતા લોકો માં ગુસ્સો ફાટી નીકળ્યો હતો.અને ભારતીય જનતા પાર્ટી ના આવા કપરા સમય માં પણ રાજકારણ કરતા લોકો મા ગુસ્સો જોવા મળ્યો હતો.અને લોકો દ્વારા તેઓને સવાલ કરતા પૂછવામાં આવ્યું કે ઓક્સિજન માટે,લોકો ને ઇન્જેક્શન મળે તે માટે ક્યારે ય ધરણાં નથી કર્યા અને બંગાળ ની ચિંતા છે ગુજરાત ની ચિંતા નથી જેવા આકરા પ્રશ્નો કર્યા હતા.દેશ ભર ના લોકો એ આ ધરણાં કાર્યક્રમો ની નિંદા કરી હતી.સોસીયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટી ના ધરણાં ના ફોટા મુકતા જ લોકો એ કોમેન્ટ માં ફિટકાર વરસાવ્યો હતો.ઉપરાંત હાઇકોર્ટ ના જાહેરનામા બાદ પણ રાજકીય જમાવડો થતા પોલીસ નું કુણું વલણ જોતા પ્રજા માં પોલીસ પ્રત્યે નારાજગી જોવા મળી હતી.