રાજકોટ ના પીરવાડી પાસે મહાદેવ એન્ટરપ્રાઇઝ નામના વડાલીયાના ગોડાઉનમાં ૧૭ દિવસ પહેલા ચોરીનો ભેદ ઉકેલતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ.

રાજકોટ માં હુડકો ચોકડીથી ગોંડલ ચોકડી વચ્ચે આવેલા શિવધારા પાર્ક-૪ માં લિજ્જત પાપડની બાજુમાં પીરવાડી પાસે મહાદેવ એન્ટરપ્રાઇઝ નામના વડાલીયાના ગોડાઉનમાં ૧૫-૧૭ દિવસ પહેલા ચોરી થઇ હતી. જે ચોરીનો ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાંચની ટીમે ૩ આરોપીઓને દબોચી રૂા.૫૫૦૦૦ ની કિંમતના ૨ લેપટોપ કબ્જે કર્યા છે. રાજકોટ શહેર પોલીસે આ ચોરીના ગુનામાં (૧) સંજય દિલીપભાઈ કંડોરીયા ઉ.૨૯ રહે. કૈલાશપાર્ક શેરીનં-૪ આજીડેમ પોલીસ સ્ટેશન પાસે કોઠારીયા રોડ રાજકોટ. (૨) પ્રકાશ ઉર્ફે ભાણો સોમાભાઇ વાઘેલા ઉ.૨૬ રહે. આશાપુરાનગર શેરીનં-૩ હુડકો ચોકડી રાજકોટ. (૩) સંજયગીરી કનુગીરી ગોસ્વામી ઉ.૨૮ રહે. આશાપુરાનગર શેરીનં-૩ હુડકો ચોકડી રાજકોટ. (૪) ગોપાલ ઉર્ફે લાલો કિશોરભાઇ ઉર્ફે કિશનભાઇ મારડીયા રહે. મૂળ. રાયડી ગામ, તા.ધોરાજી પણ સામેલ હતો. જેને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીઓ ગોડાઉનની નજીક જ રહેતા હોવાથી રાત્રીના સમયે ટ્રક વગેરે વાહનોની આડશમાં ગોડાઉન સુધી પહોંચ્યા હતા. અને શટર ઉચકાવી ૨ લેપટોપ, રૂા.૧,૨૮,૦૦૦ લાખની રોકડ અને ગોડાઉન બહાર પડેલ રીક્ષામાંથી પ બેટરી ઉઠાવી ગયા હતા. બાકીનો મુદામાલ રીકવર કરવા પોલીસે તજવીજ શરૂ કરી છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાંચ P.I વી.કે.ગઢવી, P.S.I પી.એમ.ધાખડા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા વગેરે ફરજ પર રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.