રાજકોટ જીલ્લામાં તા.૧૧ થી ૨૦ મે દરમિયાન વિનામૂલ્યે રાશનનું વિતરણ.

રાજકોટ જીલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય તથા અગ્રતા ધરાવતાં કુટુંબોને આંશિક લોકડાઉનની પરિસ્થિતીના કારણે રાહત મળે તે માટે તા.૧૧/૫/૨૦૨૧ થી તા.૨૦/૫/૨૦૨૧ સુધી વિનામૂલ્યે રાશનનું વિતરણ કરાશે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વ્યકિત દીઠ ઘઉં ૩.૫ કિલો તથા ચોખા ૧.૫ નું વિતરણ કરાશે. રેશનકાર્ડના લાભાર્થીઓને રેશનકાર્ડના છેલ્લાં અંક મુજબ નિયત કરાયેલી તારીખે વાજબી ભાવની દુકાનેથી અનાજ મેળવવાનું રહેશે. રેશનકાર્ડના છેલ્લાં અંક-૧ હોય તેને ૧૧ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક-૨ હોય તેને ૧૨ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક-૩ હોય તેને ૧૩ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક-૪ હોય તેને ૧૪ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક-૫ હોય તેને ૧૫ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક-૬ હોય તેને ૧૬ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક-૭ હોય તેને ૧૭ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક-૮ હોય તેને ૧૮ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક-૯ હોય તેને ૧૯ મેના, રેશનકાર્ડના છેલ્લાં અંક-૦ હોય તેને ૨૦ મેના રોજ અનાજ વિતરણ કરાશે. જો કોઇ લાભાર્થી અનિવાર્ય કારણોસર નિયત થયેલ દિવસે અનાજનો જથ્થો મેળવી ન શકે તો તેઓ તા.૨૧ થી ૩૧ મે સુધી સબંધિત વાજબી ભાવની દુકાનેથી રાશન મેળવી શકશે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.