ડભોઇ ખાતે ઓક્સિજન અને વેન્ટિલેટર ની સુવિધા સાથે કોવિડ સેન્ટર નું ઉદ્ઘાટન કરતા શૈલેષ મહેતા

ડભોઇ ખાતે ઓક્સિજન અને વેન્ટિલેટર ની સુવિધા સાથે કોવિડ સેન્ટર નું ઉદ્ઘાટન કરતા શૈલેષ મહેતા
ડભોઇ નગર માં આંબેડકર સોસાયટી ખાતે કોવિડ સેન્ટર નું ઉદ્ઘાટન ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા ના હસ્તે કરવામાં આવ્યું હતું.આજ થી ડભોઇ નગરજનો માટે ઓક્સિજન અને વેન્ટિલેટર ની સુવિધા થી સજ્જ તેમજ અનુભવી ડોક્ટર સાથે કોવિડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું.હાલ કોરોના ના કેશ દિવસે ને દિવસે વધી રહ્યા છે તેમાં પણ ગામડાઓ ની પરિસ્થિતિ હાલ બેકાબુ બની રહી છે.જેથી ડભોઇ તથા ડભોઇ ની આસપાસ આવેલ ગામડા ના દર્દીઓ ને ડભોઇ માં જ વેન્ટિલેટર તેમજ ઓક્સિજન ની સુવિધા મળી રહે માટે કોવિડ સેન્ટર ની જરૂરિયાત હોઈ પ્રજા માટે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.