સુરત થી 500 ગાડી માં આશરે 2000 વોલેન્ટીયસૅ સૌરાષ્ટ્ર ને કોરોનાં મુક્ત કરવાં રવાનાં

સુરત થી 500 ગાડી માં આશરે 2000 વોલેન્ટીયસૅ સૌરાષ્ટ્ર ને કોરોનાં મુક્ત કરવાં રવાનાં
Spread the love

સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વઘતાં મૂળ સૌરાષ્ટ્રનાં અને સુરત સ્થાયી થયેલા સૌરાષ્ટ્ર વાસીઓએ પોતાના વતનને કોરોના થી મુક્ત કરવાનો સંકલ્પ કર્યો છે જે અંતર્ગત ગત સવારથી સાંજ સુધીમાં 500 ગાડીમાં આશરે 2000 વોલેન્ટીયરો એ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું છે તાજેતરમાં સૌરાષ્ટ્રમાં કોરોના ને કારણે પરિસ્થિતિ વણસતાં દર્દીઓ સારવાર માટે સુરત આવી રહ્યાં છે ભાવનગર, અમરેલી, જુનાગઢ તરફનાં ગામનાં લોકો સુરતનાં પુણા વિસ્તારમાં સારવાર લેવા માટે આવવાનું શરૂ કરતાં સુરતમાં રહેલા પરંતુ મૂળ સૌરાષ્ટ્રના યુવાઓ અને ઉદ્યોગકારોમાં ચિંતાનો વિષય બન્યો છે જેને ધ્યાનમાં રાખીને સુરત ની સેવા સંસ્થા દ્વારા વતન જઈને દર્દીઓને ત્યાં સાજા કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત મેડિકલ સ્ટાફ તેમજ યુવાઓને ટીમ દ્વારા સૌરાષ્ટ્ર તરફ જવાનું શરૂ કરાયું છે 30 ડોક્ટરોની ટીમ ગામડામાં રહીને દર્દીઓને સેવા આપશે સ્વયંસેવકો દ્વારા તાત્કાલિક અસરથી દર્દીઓને તમામ સેવા મળી રહે તે માટે વ્યવસ્થા ઉભી કરવાની તૈયારીઓ શરૂ કરાઇ છે

રિપોર્ટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત

IMG_20210510_213138.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!