બાળ સુરક્ષા વિભાગ જૂનાગઢ દ્રવારા વિસાવદરના લાલપુર ગામે બાળ લગ્ન અટકાવાયા

માતા અને પિતા સાથે ન રહેવું હોવાથી દિકરીને શિશુમંગલમાં આશ્રય અપાયો
જૂનાગઢ : વિસાવદર તાલુકાના લાલપુર ગામ ખાતે બાળ લગ્ન થતા હોવાની જાણ જિલ્લા બાળ સુરક્ષા વિભાગને થતા વિસાવદર પોલીસ સાથે ટીમ લગ્ન અટકાવવા પહોંચી ગઇ હતી અને બાળ લગ્ન અટકાવ્યા હતા.
જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા વિભાગના અધિકારીને વિસાવદર તાલુકાના લાલપુર ગામે ૧૫ વર્ષની દિકરીની ઇચ્છા વિરૂધ્ધ બાળ લગ્ન થતા હોવાની ટેલીફોનીક જાણ થતા જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને વિસાવદરની ટીમ લાલપુર ગામના અનીલ પોપટ દેસાઇના ઘરે પહોંચી ગઇ હતી. જ્યા તેમની ૧૫ વર્ષની દિકરીના ઇચ્છા વિરૂધ્ધ લગ્ન કરાવવામાં આવતા હોવાનું માલુમ પડ્યું હતું અને દિકરીની પુછપરછ કરતા નવી માતા અને પિતા સાથે દિકરીને ન રહેવું હોવાથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નયનાબેન પુરોહિત, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી.મહિડા, કિરણબેન રામાણી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દિકરીને શિશુમંગલ સંસ્થામાં આશ્રય આપ્યો છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300