જાફરાબાદના માછીમારોની મુશ્કેલીઓનો ચિતાર મેળવતા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

જાફરાબાદના માછીમારોની મુશ્કેલીઓનો ચિતાર મેળવતા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ
Spread the love

અમરેલી : રાજ્ય ના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જાફરાબાદ તાલુકાના માછીમારોને રુબરુ મળીને તેમની મુશ્કેલીઓનો વિગતવાર ચિતાર મેળવ્યો હતો. તાઉતે વાવાઝોડાથી દરિયા કિનારે નિર્માણ પામેલ વિકટ પરિસ્થિતિથી મંત્રીશ્રી વાકેફ થયા હતા. ફીશીગ નેટ, કિનારે થયેલી તારાજી, બોટને થયેલા નુકસાન, ઝૂંપડાની ક્ષતિ, પડી ગયેલા વૃક્ષોને હટાવવા, વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવા વગેરે અંગે બોટ એસોસિએશનના પ્રમુખશ્રી કનૈયાલાલ સોલંકીએ મંત્રીશ્રી સૌરભભાઇને માહિતગાર કર્યા હતા. મંત્રીશ્રી સૌરભભાઈએ સંપૂર્ણ સંવેદના સાથે તેમની વ્યથા સાંભળી હતી અને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ જાફરાબાદ તાલુકાના કોવાયા, ભાકોદર, પીપરીકાઠા, બાબરકોટ વગેરે ગામોની મુલાકાત લીધી હતી. અને સ્થાનિક નાગરિકોને મળ્યા હતા. અને સમભાવપૂર્વક તેમની તકલીફો સાંભળી તેનું ત્વરિત નિરાકરણ લાવવા ધરપત આપી હતી. મંત્રીશ્રી સૌરભભાઇ સાથે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, અગ્રણી શ્રી મહેશભાઈ કસવાલા, પૂર્વ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, અગ્રણી શ્રી રવુભાઈ ખુમાણ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

IMG-20210523-WA0071-2.jpg IMG-20210523-WA0073-1.jpg IMG-20210523-WA0074-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!