હળવદના સરા રોડ પર ગટરના ઢાંકણાં ખુલ્લા હોવાને કારણે અકસ્માત થવાનો ભય

હળવદની સરા ચોકડી થી સરા ગામ જવા ના રસ્તે ઘણા સમયથી સરા રોડ જવાના રસ્તે રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે આમ ગટરનું કામ નબળુ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે હળવદ વાસીઓ ભારે રોષ ભભૂકયો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. હળવદ શહેરમાં ગંદકીના ના ફેલાય ઘરનું પાણી શેરીમાં ન વેડફાઈ તે માટે પાણી પુરવઠા અને ગટર બોર્ડ દ્વારા નગરપાલિકાના દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભુગૅબ ગટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે હતું પરંતુ કામ નબળુ હોવાનું સામે આવ્યું હતું.
હળવદ સરા ચોકડી થી લઈને ઉમા સોસાયટી વિસ્તારમાં રોડ ઉપર ગટરના ઢાંકણા તૂટી જતા અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે સરા ના રહેવાસી કમલેશ. રાજુભાઈ જણાવ્યા પ્રમાણે અહીં ઘણા સમયથી ગટર ના ઢાંકણા ખુલ્લા હોવાના કારણે વારંવાર અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે રાત્રિના સમયે ગટરના ખુલ્લા ઢાંકણાં હોવાના કારણે મોટો અકસ્માત દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે સમાર કામ કરાવે તેવી હળવદ વાસીઓ માંગ ઉઠવા પામી છે.
રીપોર્ટ : રમેશ ઠાકોર (હળવદ)