ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે 1 ટન ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ

- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી વર્ચ્યુઅલ માધ્યમ થી જોડાયા
ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે 1 ટન ઓક્સિજન ઉત્પાદન ની ક્ષમતા ધરાવતા પ્લાન્ટ નું લોકાર્પણ પ.પૂ.ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.ડભોઇ ખાતે ઓક્સિજન ના વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ માં ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ,રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી,વર્ચ્યુઅલ માધ્યમ થી જોડાયા હતા.જ્યારે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા(સોટ્ટા), છોટાઉદેપુર ના સંસદ ગીતાબેન રાઠવા, ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, અને અન્ય ડભોઇ ભાજપ ના હોદ્દેદારો કાર્યક્રમ માં ઉપસ્થીત રહ્યા હતા.
ઓક્સિજન પ્લાન્ટ માટે (યુ.કે )ના દીપેનભાઈ તથા શોભનાબેન સતદેવ મુખ્ય સેવાર્થી છે.આ સાથે જ મહેતા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ કે જેના ટ્રસ્ટી શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) છે તેઓ દ્વારા 12 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ડભોઇ ના વિવિધ પી.એચ.સી સેન્ટર ને સમર્પિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત ધારાસભ્ય ની ગ્રાન્ટ માં થી 2 એમ્બ્યુલન્સ ડભોઇ વિધાનસભા ની સેવામાં માટે રેફરલ હોસ્પિટલ અને નગરપાલિકા ને ફાળવવા માં આવી હતી. એક તરફ સમગ્ર વિશ્વ કોરોના ની મહામારી નો સામનો કરી રહ્યો છે.
ત્યારે કોરોના ની બીજી લહેર ને ધ્યાન માં રાખી અને આવનાર ત્રીજી લહેર ને પહોંચી વળવા અગમચેતી ના ભાગરૂપે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમગ્ર રાજ્ય માં 19 જેટલી જગ્યા એ આશરે 5 કરોડ ના ખર્ચે ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટ શરૂ કરવા માં આવ્યા છે.જેમાં ડભોઇ નગર ને પણ તેનો લાભ મળ્યો તે ખૂબ સારી બાબત છે.આવનારા દિવસો માં કોરોના માહામારી ને પહોંચી વળવા તમામ જરૂરી સેવા ઓ ડભોઇ માં કાર્યરત હોય તેવા ધારાસભ્ય ના પ્રયાસ થી ડભોઇ તાલુકા ની પ્રજા ને આરોગ્યલક્ષી સેવા ઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.