રેમડેસિવિરની કાળા બજારીમાં વધુ બે આરોપીઓ પકડાયા

ગત તારીખ 23 મેના રોજ બે કાયદાથી સંઘર્શીત કિશોર બે રેમડેસિવિર ઇન્જેક્શન સાથે ગેરકાયદેસર રીતે કાળા બજારમાં વેચતા પોલીસ છટકામાં પકડાઈ ગયા હતા. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સીની કલમ 420,34,120(બી) તથા આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ-3,7 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-53 તથા ઔષધ અને પ્રશાધનોની સામગ્રી અધિનિયમની કલમ-27 કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત ગુનાના કામે અગાઉ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ 6 આરોપીઓની પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આ ગુનાનો મુખ્ય આરોપી ઇમ્તિયાઝ છે ઇમ્તિયાઝની સઘન પુછપરછ કરતા તેણી 60-70 ઇન્જેક્શનો અલગ અલગ કંપનીના અલગ અલગ લોકો પાસેથી લઇ અલગ અલગ ગ્રાહકોને ઉંચા ભાવે વેચેલા હતા. જે પૈકી 6 ઇન્જેક્શનો બાબતે તપાસ કરી સાહેદોના નિવેદનો મેળવી વધુ બે આરોપીને ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં વધુ બે આરોપી વનરાજગીરી સીધ્ધરાજગીરી ગોસ્વામી રહે.હાલ જબુંસર અને પ્રિન્સ રમેશચંદ્ર રાઠોડ રહે. જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ પાસે નર્સીંગ સ્ટાફ ક્વાટર વડોદરા પકડાયા છે. બંને આરોપીઓની પુછપરછ કરતા વનરાજગીરીએ પ્રીન્સ પાસેથી 6 ઇન્જેકશનો રૂ.59,૦૦૦માં ખરીદીને ઇમ્તીયાઝને 84,000માં વેચેલા હતા અને ઇમ્તીયાઝે, સાહેદ(સાક્ષી)ને રૂ.1.20 લાખમાં વેચેલા હતા. આરોપી પ્રિન્સ રાઠોડે આ ઇન્જેકશન કોની પાસેથી મેળવ્યા હતા તે બાબતે સઘન પુછપરછ ચાલુ છે.