રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 2938 શિક્ષકોને નિમણૂંક પત્ર આપવામાં આવશે

જ્યમાં આવેલી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2938 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.તમામ ઉમેદવારોને આવતીકાલે સવારે ભલામણ અને નિમણુકના આદેશો આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 5 શિક્ષકોને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નિમણુક પત્ર આપવામાં આવશે.અમદાવાદમાં પણ ગ્રામ્ય અને જીલ્લાના 145 શિક્ષકોને નિમણુક પત્ર આપવામાં આવશે.
100 ટકા નિમણૂંક પત્રો ઉમેદવારોને અપાશે
અમદાવાદ ગ્રામ્યના શિક્ષણાધિકારી આર.આર.વ્યાસના જણાવ્યા અનુસાર આવતીકાલે ગ્રામ્યના 89 અને શહેરના 56 એમ અમદાવાદના 145 શિક્ષકોને ભલામણ કે નિમણુક પત્ર આપવામાં આવશે. ગ્રામ્યના 100 ટકા નિમણૂંક પત્રો પર સંચાલકોએ સહી કરી છે. જેથી 100 ટકા નિમણૂંક પત્રો ઉમેદવારોને આપવામાં આવશે. જો કોઈ સંચાલક ઉમેદવારોની નિમણૂંક પર સહી ના કરે તો નિયમ અનુસાર તે શાળાને 3 વર્ષ સુધી કોઈ શિક્ષક મળે નહીં. નિમણૂંક કર્યા બાદ સ્વીકારે નહિ તો શાળા ભરતી પસંદગી સમિતિ ઉમેદવારોની ફાળવણી કરે છે તે આ અંગે નિણર્ય લેશે.