વા અને જૂના સચિવાલય સહિત 15 જેટલી સરકારી બિલ્ડિંગો પાસે જ ફાયર NOC નથી

ગુજરાતની અનેક હોસ્પિલોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી થઈ રહી છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનોએ હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં ગુજરાત સરકાર જ સૌથી મોટી ડિફોલ્ટર હોય એવો ખુલાસો થયો છે.
પાટનગર ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. જૂના અને નવા સચિવાલય તેમજ પોલીસ ભવન જેવી કચેરીઓમાં ફાયર સેફ્ટીનું NOC નથી. તેમજ વડોદરાની 646 હોસ્પિટલ ફાયર NOC વિના ચાલી રહી છે. માત્ર એટલું જ નહીં, ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જેવી સંશોધન સંસ્થામાં પણ ફાયર એનઓસી નથી. જો કે 22 સરકારી ઇમારતોમાં ફાયર એનઓસી છે. જેમાં એસેમ્બલી બિલ્ડિંગ, સ્વર્ણિમ સંકુલ વગેરેનો સમાવેશ થાય છે.