ડભોઇ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી સંદર્ભે વરસાદ કાંશ ની સાફસફાઈ

*ડભોઇ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી સંદર્ભે વરસાદ કાંશ ની સાફસફાઈ*
હાલ ચોમાસુ નજીક હોવાથી નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી પુરજોશ માં કામગીરી ચાલી રહી છે
ડભોઈ નગર ના મહુડી ભાગોળ પાસે આવેલ વરસાદી કાંશ માથી અઢળક કચરો કાઢવામાં આવ્યો.
આ વર્ષે વહેલો ચોમાસુ આવવાના એંધાણ દેખાતા અને હવામાન વિભાગ થકી ૧૫ જૂનની આસપાસ સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના રહેતા તે સંદર્ભે ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસરની સુચના હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસની સાફ-સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી.
ચોમાસા પૂર્વે નગરમાં અને નગરની ફરતે વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસો અને ગટરોમાંથી જંગલી વનસ્પતિઓ અને વેલાઓ ની સાફ-સફાઈ કરી પ્રિમોન્સૂન ની કામગીરી મેલેરિયા ખાતા ના કર્મચારીઓ બજાવી રહ્યા છે.
જ્યારે ડભોઈ નગર પાલિકા તેમજ મેલેરિયા ખાતા ના કર્મચારીઓ પ્રીમોનસુંન કામગીરી હેઠળ નગર ના નાગરિકો ની સુવિધા માટે ઉત્તમ અને કાર્યનિષ્ઠ કામગીરી કરી પાણી આવતા પહેલા પાળ બાંધતા નજરે ચઢ્યા હતા.
રિપોર્ટ:-ચિરાગ તમાકુવાલા ડભોઇ