ગાંધીનગર જિલ્લાની ગ્રાન્ટેડ 65 ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 146 શિક્ષણ સહાયકની નિમણૂંક

ગાંધીનગર જિલ્લાની ગ્રાન્ટેડ 65 ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરાતા નવા 146 શિક્ષણ સહાયકોને આજે નિમણુંક પત્ર અપાશે.જિલ્લાની સાયન્સ, કોમર્સ અને આર્ટસના વિષયના શિક્ષકોના મળવાથી શાળાઓમાં શિક્ષણની ઉણપની ફરીયાદ દુર થશે.
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને દુર કરવા શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયકોની ભરતી કરી છે. તેમાં રાજ્યભરની ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સાયન્સ, આર્ટસ અને કોમર્સ વિષયના 2938 શિક્ષણ સહાયકોની ભરતી થઈ છે. જેમાં ગાંધીનગર જિલ્લાની કુલ 65 ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 146 શિક્ષણ સહાયકોની ભરતી કરાઈ છે. ભરતી કરાયેલા શિક્ષણ સહાયકોને નિમણુંક પત્રો 1લી, જુને અપાશેે.
જોકે નિમણુંક પત્રો આપવાની કામગીરી ઓનલાઇન કરવામાં આવનાર હોવાથી તેમાં 5 ઉમેદવારોને નિમણુંક પત્રો મુખ્યમંત્રીના હસ્તે અપાશે. જ્યારે 20 ઉમેદવારોને કલેક્ટરના હસ્તે અને બાકી રહેલા 121 ઉમેદવારોને સેક્ટર-12ની ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે અપાશેે કોરોનાથી ગત વર્ષે રાજ્યની શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહ્યુ હતુ ત્યારે આવી નવી વ્યવસ્થા થઈ છે.