રાજકોટ માં છેતરપીંડીના ગુનામાં ૧૯ વર્ષથી ફરાર શખ્સને હાવડા કલકત્તાથી પકડી પાડેલ છે.

રાજકોટ માં છેતરપીંડીના ગુનામાં ૧૯ વર્ષથી ફરાર શખ્સને હાવડા કલકત્તાથી પકડી પાડેલ છે.
Spread the love

રાજકોટ માં નાના મવા રોડ પર શાસ્ત્રીનગરમાં રહેતા નિકુંજ મુકુંદરાય જોષીના માતા-પિતાના નામની મિલકતના વેચાણ દસ્તાવેજની કૌભાંડીયાઓએ સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી નકલ મેળવી લીધી હતી. ત્યારબાદ બોગસ કુલમુખત્યાર નામાના આધારે દેનાબેંકની કેનાલ રોડ શાખામાંથી રૂ.૩ લાખની લોન મેળવીને છેતરપીંડી કરાયાની વર્ષ-૨૦૦૨ માં ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયારોડ પર સોજીત્રાનગરમાં રહેતા અને મોટી ટાંકી ચોકમાં અમી એજન્સી નામથી મેડિકલ એજન્સી ધરાવતા પ્રદિપ મગનલાલ સોનપાલ તેની પત્ની, સાળા નિરલ ઉર્ફે નિરલ વિનોદરાય કાથરાણી અને સરદારનગરમાં રહેતા વકીલ રમેશ જગજીવનદાસ કારીયાના નામ લખાવ્યા હતા. બોગસ દસ્તાવેજોના આધારે ઠગાઇનો ગુનો નોંધાતા મુખ્ય આરોપી પ્રદિપ મગનલાલ સોનપાલ પોલીસથી બચવા ગુજરાત મુકીને પરિવાર સાથે નાસી ગયો હતો. જ્યારે તેના સાળા અને વકીલની પોલીસે જે તે સમયે ધરપકડ કરી હતી. પ્રદીપ સોનપાલ ભક્તિનગર પોલીસમાં નોંધાયેલા ઠગાઇ, વિશ્ર્વાસઘાત અન્ય બે ગુનામાં પણ વોન્ટેડ હતા. ઉપરોક્ત ગુનામાં ૧૯ વર્ષથી ફરાર આરોપી પ્રદિપ મગનલાલ કોલકત્તાના હાવરામાં ઓળખ છુપાવીને પ્રદિપ ઠક્કરના નામે રહેતો હોવાની ક્રાઇમ બ્રાંચના A.S.I દિગ્વીજયસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા અને હરરદેવસિંહ જાડેજાને માહિતી મળી હતી. P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.વી.રબારી, મદદનીશ જયુભા પરમાર સહિતના સ્ટાફે હાવરાથી ફરાર આરોપીને અટકાયતમાં લઇ લીધો હતો. ફરાર આરોપીએ હાવરામાં લીલુહા ખાતે સદગુરુ મડિકલ એજન્સી નામથી દવાનો વેપાર પણ શરૂ કરી દીધો હતો. આ ગુનામાં તેની પત્ની પણ ફરાર છે, જો કે પોલીસે હાવરામાં છાપો માર્યો ત્યારે તે હાજર ન હોવાથી તેની શોધખોળ ચાલુ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!