કોરોનાની રસી લેવા માટે યુવાનો ઉમટ્યા

ટીંબાવાડી પ્રા.શાળા ખાતે ૧૮ થી ૪૫ વર્ષના વ્યક્તિને કોવિડશીલ્ડનો પ્રથમ ડોઝ અપાઇ છે
લોકો રસીકરણનો વધુ લાભ લે તે માટે રવિવારે પણ રસીકરણની કામગીરી ચાલુ રાખી
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણ માટે વિવિધ સ્થળો પર રસીકરણ માટે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર શનિવારથી ૧૮ થી ૪૫ ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે.
શહેરના ટીંબાવાડી પ્રાથમિક શાળા ખાતે રસીકરણ અભિયાન અંતર્ગત કોરોનાની રસી આપવાનું શરૂ કર્યું છે. જ્યા ૧૮ થી ૪૫ વર્ષના રોજના ૨૦૦ જેટલા વ્યક્તિઓને કોવિડશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે. જ્યારે ૪૫ થી મોટી ઉંમરના વ્યક્તિને કો-વેક્સીન રસીનો બાકી રહેલ બીજો ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે.
ટીંબાવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.સપનાબેન ભરડાએ જણાવ્યું હતું કે, સવારે ૧૧ થી ૫ વાગ્યા સુધી પ્રાથમિક શાળા, ટીંબાવાડી ખાતે ૧૮ થી મોટી ઉંમરના વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જેમાં ૧૮ થી ૪૫ વર્ષના રોજના ૨૦૦ વ્યક્તિને કોવિડશીલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે. તેમજ ૪૫ થી મોટી ઉંમરના વ્યક્તિ કે જે કો-વેક્સીનનો બીજો ડોઝ બાકી હોય તેમને અહીંયા બીજો ડોઝ આપવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકો રસીકરણનો વધુ લાભ લે તે માટે રવિવારે પણ રસીકરણની કામગીરી શરૂ રાખવામાં આવી હતી. ૧૮ થી મોટી ઉંમરના વ્યક્તિએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અહીંયા રસી લઇ શકે છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300