ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન બોટલ સહિત શક્તિ વર્ધક દવા ભેટ માં આપવામાં આવી

ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન બોટલ સહિત શક્તિ વર્ધક દવા ભેટ માં આપવામાં આવી
Spread the love

માનવ વિકાસ સંશોધન કેન્દ્ર અમદાવાદ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન બોટલ સહિત શક્તિ વર્ધક દવા ભેટ માં આપવામાં આવી

કોરોના ની કપરી પરિસ્થિતિમાં લોકોને ઉગારવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી છે અને વિવિધ પ્રકારની વસ્તુ આપી લોકોને મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે આજે માનવ વિકાસ સંશોધન કેન્દ્ર અમદાવાદ અંતર્ગત અને બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે 5 ઓક્સિજન બોટલ ઓક્સમીટર સહીત શક્તિવર્ધક દવા ભેટમાં આપી છે અને લોકોને ઉપયોગ થઈ માં શકે તે માટેનું કાર્ય કરવામાં આવ્યું છે ત્યારે આ કામગીરીને ધાનેરા ના લોકો પણ આવી બિરદાવી છે તો બીજી તરફ ધાનેરા ની રેફરલ હોસ્પિટલ માં ફરજ બજાવતા ડોક્ટર મિતેશ ભાઈ ડાભી દ્વારા પણ આ સંસ્થાનો આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ પરમાર સવિતાબેન પરમાર ભરતભાઈ ડાભી જયેશ ભાઈ સોલંકી મહાદેવભાઇ શેરા કાંતિભાઈ સોલંકી અજયભાઈ સોલંકી વશરામભાઇ ગલચર મંછાભાઈ પરાડિયા અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર મિતેશભાઇ ડાભી સહીત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

રિપોર્ટ : સુરેશ ગલચર ધાનેરા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!