પડી ગયેલા અને ગુમ થયેલા ૧૪ મોબાઇલ મુળ માલિકને પોલીસે પરત અપાવ્યા

અરજદારોને પોલીસ સ્ટેશન બોલાવી મોબાઇલ પરત આપતા પોલીસનો આભાર માન્યો
જૂનાગઢ : જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા વિસ્તારમાં અરજદારોના પડી ગયેલા તેમજ ગુમ થયેલ મોબાઈલોની જુદી જુદી અરજીઓ આપવામાં આવેલ હતી. જે અરજીઓની તપાસમાં ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમજ બી. ડિવિઝન પોલીસ સ્ટેશન, જૂનાગઢના પીઆઇ એન.આઈ.રાઠોડની સુચના મુજબ મજેવડી દરવાજા પોલીસ ચોકીના પીએસઆઇ કે.જે.પટેલ, એ.એસ.આઈ. ધાનીબેન ડી. ડાંગર, પો.કો. પ્રશાંતભાઈ પ્રેમજીભાઈ ચુડાસમા, પો.કો. મોહસીનભાઈ સલીમભાઈ ચુવાણ તથા સુખદેવભાઈ જીલુભાઈ સીસોદીયા સહિતની ટીમ દ્વારા ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના એ.એસ.આઈ. કમલેશભાઈની મદદથી ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે જહેમત ઉઠાવતાં જુદી-જુદી કંપનીના કુલ ૧૪ મોબાઈલ કિંમત રૂ. ૧,૬૦,૩૮૩/-ના મળી આવેલ હતા.
મળી આવેલ તમામ મોબાઈલ અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી સોંપવામાં આવ્યા હતા. અરજદારોએ જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરી ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢતા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી અરજદારોને પોતાના મોબાઈલ સાચવીને રાખવા અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300