૨૪ વર્ષના ભક્તિબેને કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ સૌને રસી લેવાનો અનુરોધ કર્યો

જૂનાગઢ : જૂનાગઢ શહેરના ટાઉનહોલ ખાતે કોરોના રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ખાતે ૧૮ થી ૪૪ વર્ષના રોજના ૨૦૦ વ્યક્તિને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે. ત્યારે ૨૪ વર્ષના ભક્તિબેન પંડ્યાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ સૌને રસી લેવાનો અનુરોધ કર્યો છે.
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર રહેતા ૨૪ વર્ષિય ભક્તિબેન પંડ્યાએ ટાઉન હોલ ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ કોરોનાથી રક્ષિત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા ૧૮ થી મોટી ઉંમરના વ્યક્તિ માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. જેના થકી યુવાનોને પણ રસી મળી રહી છે. તેમજ કોરોના સામે લડવા રક્ષિત થઇ રહ્યા છે. કોરોના રસીથી કોઇ પણ પ્રકારની આડ અસર થતી નથી. લોકોએ ગભરાયા વગર રસી લેવી જોઇએ.
ભક્તિબેન સાથે આવેલા તેમના પિતા પરેશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, મે કોરોના રસીના બન્ને ડોઝ લઇ લીધા છે. સરકારશ્રી દ્વારા ૧૮ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ માટે રસીકરણ શરૂ કરતા મારી દિકરી ભક્તિનું રસી લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી આજે ટાઉન હોલ ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300