આજકાલ જાંબુ બજારમાં ભરપૂર આવી ગયા છે….!

મિત્રો આજકાલ જાંબુ બજારમાંr ભરપૂર આવી ગયા છે .. આફળ લગભગ 45 દિવસ જ મળશે માટે ભરપૂર ખાઓ અને પરિવાર ને ખવડાવોr .. ફાયદા નીચે જણાવેલ છે.
જાંબુ ખાવાના ફાયદાઓ
- સૌપ્રથમ તો ડાયાબીટીઝના દર્દી માટે જાંબુ ઠળીયાનો પાવડર કરી સેવન કરવામાં આવે તો ફાયદો થાય છે. ઠળીયામાં રહેલું જામ્બોલીન તત્વ સ્ટાર્ચને શર્કરામાં રૂપાંતરીત થતા રોકે છે.
- જાંબુમાં પોટેશિયમની માત્રા ભરપુર હોવાથી હાર્ટએટેક, હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક વગેરેથી બચી શકાય છે.
- જાંબુમાં વિવિધ પ્રકારના પોષકતત્વો વિટામીન કેલ્શિયમ, આયર્ન પોટેશિયમ આવેલા છે તેથી રોગપ્રતિકારક શકિતમાં ફાયદાકારકr છે.
- જાંબુના ઠળીયાની પેસ્ટ બનાવીને દાંતે ઘસવાથી દાંત મજબુત થાય છે.
- કીડની અને પથરીની પરેશાનીમાં જાંબુના ઠળીયાને સુકવીને પાવડર બનાવીને સેવનr કરવાથી ફાયદો થાય છે જે દહી સાથે પણ લઇ શકાય છે.
- કાચા જાંબુનો રસ કાઢીને પીવાથી પેટના રોગોમાં રાહત થાય છે.
- ગળાના રોગમાં જાંબુના ઝાડની છાલને પીસીને તેનો પાવડર બનાવો અને આ પાવડરને પાણીમાં નાખી કોગળા કરવાથી ગળુ સાફ થાય છે તેમજ મોની દુર્ગંધ પણ દુર થાય છે. જાંબુના પાન ચાવવાથી પણ મોની દુર્ગંધ દુર થાય છે.
- ઝેરી જીવજંતુ કરડી ગયું હોય તો જાંબુના પાનનો રસ પીવડાવવો તેમજ તેના પાનની પેસ્ટ કરીને બાંધવાથી ઘા રૂઝાઇ જશે.
- નસકોરી ફુટે ત્યારે જાંબુના કુણા પાનનો રસr બે ટીપા નાકમાં નાખવાથી ફાયદો થાય છે.
- સ્ત્રીઓને શ્ર્વેતપ્રદરમાં ચોખાના ઓસામણમાં જાંબુના ઠળીયાનું ચૂર્ણ નાખીને પીવાથી ફાયદોr થાય છે.
- જાંબુમાં મીઠુ અને મરી નાખીને પીવાથી હરસr મસામાં ફાયદાકારક રહે છે.
- જાંબુની સીઝનમાં તેના ઠળીયા સુકવીને પાવડર બનાવી લેવો જે બારેમાસ વાપરી શકાય છે. સૌંદર્ય વધારવા પણ ઉપયોગી જાંબુ જાંબુનું સેવન વાળ માટે ખુબ ફાયદાકારક છે. વાળ લાંબા થવામાં મદદરૂપr થાય છે તેમજ સફેદ થતા અટકાવે છે.
- જાંબુના સેવનથી ત્વચામાં પણ ચમક આવે છે અને મૃત ત્વચા દુર થાય છે.
- જાંબુ ખાવાના કારણે રકતસંચાર થાય છે. જેના કારણે કરચલીઓ દુર થાય છે તેમજ કાળા દાગ ધબ્બા થવાની શકયતા રહેતી નથી.
- જાંબુના પલ્પને સ્કીન પર લગાવવાથી ત્વચા કોમળr અને ચમકીલી બને છે. તેના ઠળીયાનાં પાવડરની પેસ્ટ બનાવી વાળમાં નાખવાથી પણ ફાયદો થાય છે.
- આમ અનેક રીતે ગુણકારી કાળા જાંબુ અનેક રોગોમાં ઉપયોગી થાય છે. આમ છતા તેનું વધુ પડતું સેવન નુકસાનકારકr પણ સાબીત થાય છે તેથી ર00 ગ્રામથી વધારે માત્રામાં તેનું સેવન ન કરવું જોઇએ.
– રાજેન્દ્ર જોશી
રીપોર્ટ : અશ્વિન બાબરીયા (અમરેલી)