મીઠો પ્રેમ
આ પ્રેમની રાહ મને મીઠી લાગે છે,
રાહમા પણ સલાહ મને સાચી લાગે છે
પ્રેમ પંથે શિખામણો છે ઘણી
છતાં મને તારા પ્રત્યેનો પ્રેમ સાચો લાગે છે.
એમ લાગે છે સૌ જુએ છે તને,
સૌમા મારી નજર તને સાચી લાગે છે..
આંખ તારા પરથી ફરી ન શકી ક્યારેય,
તારા હ્રદયમાં પણ મારો ભરપૂર પ્રેમ જમા લાગે છે.
તેથી જ મેં સ્વીકાર્યુ તારુ મૌન,
તું ફક્ત મને શાહજહાં લાગે છે.
વિશ્વાસ સાચો છે પ્રેમનો મારા,
જે એહસાસ મને/તને સાચો લાગે છે.
સાચા પવિત્ર પ્રેમને નજર ન લાગે ‘દર્શુ’,
હ્રદયના વંટોળ એહસાસ ના પ્રવાહ લાગે છે…..
જોષી દર્શના પી.