કણજા ખાતે રસીકરણ મહા અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત

પ્રમુખ શ્રીમતી ખટારીયા
જૂનાગઢ : રાજ્ય સરકાર દ્વારા ઓન ધ સ્પોટ નોંધણી સાથે કોવિડ રસીકરણ મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. જેના ભાગરૂપે કણજામાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાએ રસીકરણ અભિયાનને પ્રારંભ કરાવ્યો હતો.
વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા રસીકરણ રામબાણ ઇલાજ છે. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત અન્ય સ્થળોએ લોકોને અનુકુળ પડે તેમ રસીકરણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે સૌ લોકો રસીકરણમાં જોડાઇ તે જરૂરી છે.
વંથલી ખાતે રસીકરણ અભિયાનમાં જિલ્લા સહકારી બેંકના એમ.ડી. દિનેશભાઇ ખટારીયા, વંથલી તાલુકા પંચાયતના પ્રમુખ કેસુરભાઇ મૈતર, અગ્રણી ભાવેશભાઇ મેંદપરા, વજુભાઇ, મેડીકલ ઓફિસર હિરલબેન ગરચર, સંજયભાઇ જાદવ, હાર્દિક ચાવડા સહિતના સહભાગી થયા હતા.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300