‘‘મફત કોરોના વેક્સિનેશન’’ મહાઅભિયાનમાં દંપતી વેક્સિન લઈ સહભાગી બન્યા

કલેક્ટર,ડીડીઓ, મ્યુ.કમિશનર તથા મેયરે દીપ પ્રાગટ્ય કરી રસીકરણનો પ્રારંભ કરાવ્યો
જૂનાગઢ : સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ‘‘મફ્ત કોરોના વેક્સિનેશન’’ મહા અભિયાનનો આરંભ થયો છે. જૂનાગઢ શહેરના ટાઉનહોલ ખાતે આજે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, ડીડીઓ પ્રવિણ ચૌધરી, મ્યુ.કમિશનર તુષાર સુમેરા તથા મેયર દ્વારા દીપ પ્રાગટ્ય કરી મફત રસીકરણનો પ્રારંભ કરાયો છે. આ અભિયાનને વેગ આપતા દંપતી વેક્સિન લઈ સહભાગી બન્યા છે.
આજથી આરંભ થયેલ મહાઅભિયાનમાં હવે ૧૮ વર્ષથી વધુ વયના વ્યક્તિને ઓન ધ સ્પોટ રસી આપવામાં આવી રહી છે. જેને લઇને ટાઉનહોલ ખાતે ઓન ધ સ્પોટ રસીકરણની કામગીરી ચાલી રહી છે. જેમાં ૩૨ વર્ષના છગનભાઈ ભીમજીભાઇ છાયા અને તેમના પત્ની હેતલબેન છાયાએ વેક્સિન લઈ આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. વેક્સિન લઈ છગનભાઈએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું અને રજિસ્ટ્રેશનમાં મુશ્કેલીઓ આવતી હતી. જ્યારે અત્યારે આધાર કાર્ડ તથા મોબાઈલ નંબર સાથે ઓન ધ સ્પોટ રસી લઈ શકાય છે. તેમજ આ અભિયાન શરૂ કરવા બદલ દંપતીએ સરકારશ્રીનો આભાર માન્યો હતો.
‘‘મફ્ત કરોના વેક્સિનેશન’’ અભિયાનને વેગ આપવા જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૩ સેન્ટરો પર સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી ઓન ધ સ્પોટ રસી આપવામાં આવે છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ
મો.8488990300