સાબરકાંઠા જિલ્લાના ત્રણ ટ્રાયબલ તાલુકાના ૫,૫૦૦ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને લાભ મળશે

સાબરકાંઠા જિલ્લાના ત્રણ ટ્રાયબલ તાલુકાના ૫,૫૦૦ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને લાભ મળશે
Spread the love

બે થેલી ખાતર અને ૪ કિ.ગ્રામ મકાઇ બિયારણ વિયનગર,ખેડબ્રહમા અને પોશીના તાલુકાના ખેડૂતોને લાભ રાજયના ૧૪ આદીજાતિ જિલ્લાના ખેડૂતોને આવરી લેવાયા.

રાજયના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વનબંધુ કલ્યાણ યોજના કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેકટ ૨૦૨૧-૨૨નું વરચ્યુઅલ અનાવરણ કરી ગુજરાતના ૧૪ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને બિયારણ અને ખાતરનું વિતરણનો શુભારમ માન. મુખ્યમંત્રી વિજયાભાઇ રૂપાણીએ દુરવર્તી કાર્યક્રમ યોજયો. ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા આદિજાતિ ખેડૂતોને પ્રેરક સંબોધન કર્યુ. જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યુ હતું. જેમાં ટ્રાયબલ સબ પ્લાન યોજના પ્રાયોજના વહિવટદાર કાર્યક્ષેત્રના ત્રણ તાલુકા વિજયનગર,ખેડબ્રહમા અને પોશીના તાલુકાના ખેડૂતોએ પ્રેરક સંદેશો ઝીલ્યો હતો.
અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ પટ્ટાના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧ લાખ ૨૬ હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડાની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલકિટ સહાયનો આ વર્ષે લાભ આપવામાં આવશે. આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતો પરંપરાગત ખેતીને સ્થાને ટેકનોલોજીના વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળે અને આર્થિક સમુધ્ધિ મેળવે તેઆ યોજનાનો મુખ્ય હેતું છે. સાથે સાથે ઓર્ગેનિક ખેતી પણ કરતા થાય તે માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
ખેડબ્રહમા પ્રાયોજના વહીવટદાર ચૌધરીએ જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકાના ૫,૫૦૦ વનબંધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને એક એકર જમીન માટે સુધારેલ જાતના વિવિધ શાકભાજી-મકાઇના પાક માટે બિયારણ અને કિટમાં ૪૫ કિ.ગ્રામ યુરિયા ૫૦ કિ.ગ્રામ, એન.પી.કે. અને ૫૦ કિ.ગ્રામ એમોનિયા સલ્ફેટ તથા ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપવા ૫૦ કિ.ગ્રામ ઓર્ગેનિક ખાતર આપવામાં આવશે. આ યોજનાનો આદિજાતિ ખેડૂતોને લાભ મળશે. જેથી ખેડૂતો તેમની પોતાની ખેતીમાંથી આર્થિકઉપાર્જન કરી શકશે. ઉપયોગ કરી શકે.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!