ડભોઇ વેગા ફરતિકુઇ વચ્ચે સી.એન.જી પમ્પ નું ઉદ્ઘાટન કરતા શૈલેષભાઇ મહેતા
ડભોઇ વેગા ફરતિકુઇ વચ્ચે સી.એન.જી પમ્પ નું ઉદ્ઘાટન કરતા શૈલેષભાઇ મહેતા
આજરોજ ડભોઇ થી ફરતિકુઇ વચ્ચે સી.એન.જી પમ્પ નું ઉદ્ઘાટન ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)ના હસ્તે કરવામાં આવ્યું હતું.ડભોઇ માં આ પહેલા માત્ર એક જ સી.એન.જી પમ્પ હોવાથી ગેસ પુરાવવા લાંબી કતારો લાગતી હતી જે થી ગેસ પુરાવવા આવનાર વાહન ચાલકો ને કલાકો સુધી લાઇન માં ઉભા રહેવું પડતા હાલાકી નો સામનો કરવો પડતો હતો.ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાંદોદ યાત્રાધામ તથા પોઇચા સ્વામિનારાયણ મંદિર ખાતે ભારત ભર માં થી હજારો લોકો આવતા હોવાથી ડભોઇ થઈ ને જતા ડભોઇ માં માત્ર એક જ સી.એન.જી પમ્પ હોવાથી હાલાકી અનુભવતા હતા.જેથી ડભોઇ માં સી.એન.જી પમ્પ ચાલુ થાય તેવી લોકમાંગ ઉઠી હતી.હોવી ડભોઇ નજીક વેગા ચોકડી ની પાસે આજથી સી.એન.જી પમ્પ ની શરૂઆત થતા કેવડિયા તેમજ ચાણોદ આવતા વાહન ચાલકો ને પેટ્રોલ પમ્પ ની સાથે સી.એન.જી ગેસ ની સુવિધા પણ મળી રહેશે
રિપોર્ટ:-ચિરાગતમાકુવાલા ડભોઇ