સાબરકાંઠા જિલ્લાના ૧૮ વર્ષથી વધુના ૧.૨૩ લાખ યુવાનોએ રસીનો પ્રથમ ડોઝ અપાયો

સાબરકાંઠા જિલ્લાના ૧૮ વર્ષથી વધુના ૧.૨૩ લાખ યુવાનોએ રસીનો પ્રથમ ડોઝ અપાયો
Spread the love

હાલ સમગ્ર રાજયમાં કોરોનાના દિન પ્રતિદિન કેસો સામે આવી રહ્યા છે ત્યારે કોરોનાના સંક્રમણથી બચવા રસીકરણ એ અક્સીર ઇલાજ છે. જેને સાબરકાંઠા જિલ્લામાં અભિયાન સ્વરૂપે રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૪૫ વર્ષથી વધુના ૨.૯૪ લાખ લોકોને પ્રથમ જયારે ૧.૧૦ લાખ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
રાજયમાં ૪૫થી વર્ષથી વધુના લોકોને રસીકરણના પ્રથમ તબક્કામાં આવરી લેવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ ડોઝનું ૬૯.૬૯.૦૫ ટકા રસીકરણ પૂર્ણ થયું છે જયારે બીજા ડોઝમાં અત્યાર સુધી ૧૧૧૦૬૩ લોકોને આવરી લેવાયા છે.
જિલ્લામાં ૨૧ જૂનથી હાથ ધરાયેલા વૉક ઇન વેક્સિનના હાથ ધરાયેલા રસીકરણ અભિયાન અંતર્ગત ૧૮ થી ૪૪ વર્ષના સાબરકાંઠાના ૧૨૩૦૮૨ યુવાનોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે.
જિલ્લામાં ૧૮ વર્ષથી વધુના વિવિધ તાલુકાઓમાં યુવાનોને પ્રથમ ડોઝમાં આપવામાં આવ્યો હોય તેની વિગત જોઇએ તો હિંમતનગરના ૪૦૦૯૩, ઇડરના ૩૨૧૦૦, ખેડબ્રહ્માના ૧૦૯૪૫, પોશીના ૭૦૬, પ્રાંતિજના ૧૩૮૦૬, તલોદના ૧૨૫૩૬, વડાલીમાં ૭૯૫૧ જયારે વિજયનગરના ૪૮૯૧ લોકોને આવરી લેવાયા છે.
જયારે ૪૫ વર્ષથી વધુના લોકોમાં બીજા ડોઝમાં ઝડપી રસીકરણ હાથ ધરતા અત્યાર સુધી ૧૧૧૦૬૩ લોકોને રસીકરણ કરાયું છે. જેમાં હિંમતનગરના ૨૭૧૨૯, ઇડરના ૨૭૬૬૪, ખેડબ્રહ્માના ૧૧૧૩૭, પોશીના ૪૭૯૩, પ્રાંતિજના ૧૫૨૬૯, તલોદના ૧૩૭૯૭, વડાલીમાં ૭૩૪૭ જયારે વિજયનગરના ૩૯૨૭ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.
આ ઉપરાંત જિલ્લાના ૪૩૧૦૪ હેલ્થવર્કર પ્રથમ ડોઝ અને ૧૦૮૫૪ને બીજો ડોઝ અપાયો છે તો ૨૭૭૦૪ ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ પ્રથમ ડોઝ જયારે ૧૫૫૧૧ ને દ્વિતીય ડોઝ આપીને સુરક્ષિત કરાયા છે.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!