સંજેલી વિસ્તારમા આવેલ ડુંગરો આવનારા વર્ષોમાં લીલોતરી વન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરશે
સંજેલી રેન્જ દ્વારા જંગલ વિસ્તારમાં 800થી 1000 હેકટરમાં દબાણ દૂર કર્યા
સંજેલી વિસ્તારમા આવેલ ડુંગરો આવનારા વર્ષોમાં લીલોતરી વન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરશે
સંજેલી રેન્જ વિભાગ દ્વારા 118 હેકટરમાં એડવાન્સમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું
લોકોને પ્રયાવરણનું મહત્વ સમજાવી જંગલ વિસ્તારોમાં વૃક્ષોની વાવણી કરવામાં આવી
સંજેલી તાલુકો એ ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલ તાલુકો છે જેની આસપાસ ડુંગરોની ચાદરો ફેલાયેલ તાલુકો છે ત્યારે સંજેલી વનવિભાગ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરીની જહેમત ઉઠાવી હતી આવનારા વર્ષોમાં સંજેલીના ડુંગરો હરિયાળી મય બનશે જંગલ વિસ્તારના ડુંગરો આવનારા સમયમાં વૃક્ષોથી હર્યાભર્યા જોવા મળશે 118 હેકટર જંગલ વિસ્તારોમાં રોપાનું વાવેતર કરી આવનારા વર્ષોમાં સંજેલીના ડુંગરો પ્રાણવાયુ ઉત્તપન્ન થશે સંજેલી રેન્જ વિભાગ દ્વારા જંગલ વિસ્તારોમાં રોપાની વાવણીનો આખરી ઓપ આપવામાં આવ્યો છે નાયબ વન સંરક્ષકશ્રી આર. એમ. પરમાર તથા મદદનીશ વન સંરક્ષકશ્રી મીનલ જાની માર્ગદર્શન અને સૂચના મુજબ બારીયા વન વિભાગની રેન્જ સંજેલીના પરિક્ષેત્ર વન અધિકારીશ્રી આર.જે.વણકર તથા રેન્જ સ્ટાફ દ્વારા સંજેલી રેન્જ વિસ્તારમાં જંગલ સંરક્ષણ તથા સવર્ધનની ઉત્કૃષ્ટ ખુબ સરસ કામગીરી કરવામાં આવેલ છે જે કામગીરીને સમગ્ર સંજેલી વાસીઓએ સંજેલી વનવિભાગને અભિનંદન પાઠવી ઉત્કૃષ્ટ કામગીરીના વખાણ કર્યા હતા
સંજેલી રેન્જ જંગલ વિસ્તારમાં આશરે 900 થી 1000 હેક્ટર વિસ્તારમાં દબાણ દૂર કરી સને 2019/20 થી સને 2021/22 ના વર્ષમાં રોપા વાવેતરની કામગીરી કરવામા આવી. સને 2021/22ના વર્ષમાં સંજેલી રેન્જમાં 118 હેક્ટર વિસ્તારમાં ચાલુ વર્ષે રોપા વાવેતર માટેની આગોતરા(એડવાન્સ)કામગીરીમાં રાજપુર હેક્ટર- 20, વેલપુરા હેક્ટર -10, કલજીની સરસવાણી હેક્ટર -5, હિરોલા હેક્ટર- 20, બોડા ડુંગર હેક્ટર -3, કુંડા હેક્ટર -15, મોટા કાળીયા હેક્ટર -15, ભમેલા હેક્ટર- 10,મોલી હેક્ટર -20, એમ કુલ 118હેક્ટર વિસ્તાર માં રોપા વાવેતર માટે ખાડા , ભૂમિ અને ભેજ સંરક્ષણ કામગીરી જેવી કે કંટુર ટ્રેંચ, વન તલાવડી ,ચેકવોલ, પરકોલેશન ટેન્ક અને પ્રોટેક્શન માટે બાઉંટ્રી ટ્રેંચ તથા તાર ફેન્સીંગની કામગીરી કરવામાં આવેલ છે
જેમાં વાવેતર માટે લુપ્ત થતી જાતોને પ્રાધાન્ય આપવામાં આવેલ છે જંગલ સંરક્ષણ અને સંવર્ધન માટે લોકજાગૃતિ માટે સહભાગી વન મંડળીઓ સાથે મળી ગામે-ગામે પર્યાવરણ વિશે જનજાગૃતિ તથા વનો વિશે સમજ આપી. વાવેતર કરેલ રોપા ઉછેર માટેની કામગીરી કરી. જેમાં હિરોલા દબાણવાળા જંગલ વિસ્તારમાં અતિ ઘર્ષણ થવા છતાં લોકો ને જંગલ નું મહત્વ સમજાવી રેન્જ સ્ટાફ દ્વારા સતત મહેનત કરી વાવેતરની કામગીરી કરવામાં આવેલ છે.
રિપોર્ટ : ફરહાન પટેલ સંજેલી