મેઘરજના ભુતીયા ગામે જમીન બાબતે ખેડુત પરીવારને માર મારતા પાંચ શખ્સો સામે પોલીસ ફરીયાદ

મેઘરજના ભુતીયા ગામે જમીન બાબતે ખેડુત પરીવારને માર મારતા પાંચ શખ્સો સામે પોલીસ ફરીયાદ
Spread the love

મેઘરજ તાલુકાના ભુતિયા ગામે આ જમીન મારી છે કહી પરિવારના પાંચ સભ્યોને ઢોર માર મારતા પાંચ શખ્સો સામે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. મેઘરજ પોલીસ મથકે સુભાષ છગનભાઈ લબાનાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો આશરે દસેક વાગ્યાના સુમારે મારા ભાઈ જશુભાઈ મારા નાના ભાઈની પત્ની સંગીતાબેન અમે અમારી જમીન સર્વે કરવા માટે સર્વેયર આવવાના હતા જેથી અમો પરિવાર સાથે ખેતરમાં ગયેલા અને મોડાસાથી સર્વેયર આવતા તે વખતે પોતાનાજ ભાઈ ભરતભાઈ ચેનાભાઈ લબાના, તથા કાના ડામોર તથા અમૃત કાના ડામોર તથા યોગેશ કાના ડામોર તથા રમાબેન ભરતભાઈ લબાના આવેલા અને આ તમામ લોકો કહેવા લાગેલા કે આ જમીન અમારી છે અને જમીનમાં વાવેતર કરવા દઈશું નહીં તેમ કહી બીભત્સ અને નઠારી ગાળો બોલતા હતા.

જેથી સુભાષભાઈએ જણાવ્યુ હતુ કે આ આપણી સહીયારી જમીન છે તો અડધામાં અમો ખેતી કરીશુ અડધામાં તમો કરો કહેતા આ તમામ લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરત લબાનાએ સુભાષભાઈને પકડી રાખતા અમરત ડામોરે સુભાષભાઈને તથા જશુભાઈને બરડાના ભાગે ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ ભરતભાઈએ છગનભાઈને સાથળના ભાગે લાકડી વડે ઢોર માર માર્યો હતો અને કાનાભાઈએ જશુભાઇની પત્નીને કાનના ભાગે માર માર્યો હતો. આમ તમામ ઈસમોએ ખેડુત પરીવારના પાંચ સભ્યોને ગડદાપાટુનો અને લાકડી વડે માર માર્યો હતો અને જતા-જતા આ તમામ ઈસમો આજે બચી ગયા છો, બીજી વાર પગ મુકશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપતા ભાગી ગયા હતા અને આ જગડામાં ઇજાગ્રસ્ત થયેલ તમામ ઇસમોને ૧૦૮ ધ્વારા સારવાર અર્થે મેઘરજ ખસેડાયા હતા આ ઝઘડા બાબતે સુભાષભાઈ છગનભાઈ લબાનાએ મેઘરજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા મેઘરજ પોલીસે ભરત ચેના લબાના,રમાબેન ભરત લબાના બંને રહે.ભુતીયા તથા કાના ભુરા ડામોર,અમરત કાના ડામોર,યોગેશ કાના ડામોર ત્રણેય રહે.રાજપુર,તા.મેઘરજ વિરૂધ્ધ ગુનોં નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ : વિશ્વજિતસિંહ ચૌહાણ (મેઘરજ)

Admin

Admin

9909969099
Right Click Disabled!