સંજેલીમાં કૃષિ વૈવિધ્યકરણ અંતર્ગત ખાતર બિયારણ સહાય કીટસ વિતરણનો શુભારંભ

કૃષિ વૈવિધ્યકરણ અંતર્ગત ખાતર બિયારણ સહાય કીટસ વિતરણનો શુભારંભ
કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ 2000 ખેડૂતોને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું
ચાર દિવસમાં ખેડૂતોને સહાય કીટ વિતરણ કરી દેવા TDOની સુચના
સંજેલી તાલુકામાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પ્રથમ વખત 2000 જેટલા ખેડુતોને ખાતર બિયારણ સહાય કીટના ફોર્મ મંજૂર થતાં જ ખેતીવાડી શાખા દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ખેડૂતોએ ખુશી સાથે સહાય કિટ્સનો લાભ લીધો હતો પ્રથમ વખત 2000 જેટલા ફોર્મ મંજુર થતા વધુ માત્રામાં ખેડૂતોને લાભ લીધો હતો.
વનબંધુ કલ્યાણ યોજના આદિજાતિ વિકાસ વિભાગ હેઠણ કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત બુધવારના રોજ સંજેલી બાયપાસ રોડ પર આવેલ GATL કિસાન સુવિધા કેન્દ્ર ખાતે ખેતીવાડી શાખાની અધ્યક્ષ સ્થાને સહાય કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
સંજેલી તાલુકામા 3400 જેટલા ખેડૂત ખાતેદારો છે કિટની સહાય મેળવવા માટે 2516 ખાતેદારોએ ફોર્મ ભર્યાં હતાં તે પૈકી પ્રથમ વખત સંજેલી તાલુકાના 2000 ખેડુતોના ફોર્મ મંજુર થતા ખેડુતોમાં ખુશી જે સહાય કીટનું વિતરણ અંતર્ગત બુધવારના રોજ તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણા ખેતીવાડી વિસ્તરણ અધિકારી જયેશ રાઠોડ તાલુકા પ્રમુખ ભુપેન્દ્ર સંગાડા ચેરમેન અરવિંદ પિઠાયા પાર્ટી પ્રમુખ જશુભાઇ બામણીયા માજી તાલુકા પ્રમુખ માનસીંગભાઇ ભાભોર તેમજ ગ્રામ સેવકો ની ઉપસ્થિતિમાં ૪૫ કિલો યૂરિયા ૫૦ કિલો પ્રોમ ૪ કિલો મકાઈ ના બિયારણ સહાય કીટનું શુભારંભ કરવામાં આવ્યો હતો અને ખેડુતોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ચોમાસું સિઝનની વાવણી શરૂ થઈ ગઈ છે એટલે ચાર દિવસમાં જ ખેડૂતોને તમામ કીટો ઝડપથી વિતરણ કરવા તાલુકા વિકાસ અધિકારી ની સંચાલકને સુચના આપવામાં આવી હતી.
રિપોર્ટ : : ફરહાન પટેલ સંજેલી