ડભોઇ દયારામ સ્કૂલ માં લાયન્સ ક્લબ ઓફ ડભોઇ દ્વારા વિદ્યર્થીઓ ને પુસ્તકો નું વિતરણ

ડભોઇ દયારામ સ્કૂલ માં લાયન્સ ક્લબ ઓફ ડભોઇ દ્વારા વિદ્યર્થીઓ ને પુસ્તકો નું વિતરણ
ગતરોજ ધોરણ 10 નું રિઝલ્ટ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટરનેટ પર મુકવામાં આવ્યું હતું.જે પૈકી આજરોજ ધોરણ 10 ની માર્કશીટ લેવા વિદ્યાર્થીઓ ડભોઇ ની દયારામ સ્કૂલ ખાતે આવ્યા હતા.જ્યાં લાયન્સ ક્લબ ઓફ ડભોઇ તરફ થી વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ ભવિષ્ય તેમજ નવી કારકિર્દી માટે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું હતું અને સાથે જ વિદ્યાર્થીઓ ને પુસ્તકો નું વિતરણ કરવામાં આવ્યું હતું.જ્યાં લાયન્સ ક્લબ ઓફ ડભોઇ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી બંકીમભાઈ પુરોહિત,મંત્રી કલ્પેશ ભાઈ પટેલ,પ્રમુખ શ્રી અંકુરભાઈ પટેલ,સુનિલભાઈ બેંકર,અલકેશભાઈ વસાવા,તુષારભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ:-ચિરાગ તમાકુવાલા ડભોઇ