રાજકોટ ના જીલ્લા કલેકટર એઇમ્સ અને હીરાસર એરપોર્ટની સાઇટ વિઝીટ કરશે.

રાજકોટ ના જીલ્લા કલેકટર એઇમ્સ અને હીરાસર એરપોર્ટની સાઇટ વિઝીટ કરશે.
Spread the love

રાજકોટ ના જીલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ આવતીકાલના રોજ સવારે એઇમ્સ અને હીરાસર એરપોર્ટની સાઇટ વિઝીટ કરશે. તેઓ બન્ને મહત્વના પ્રોજેકટને બારીકાયથી નિહાળશે. આ વેળાએ સંલગ્ન વિભાગના અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહેશે. તેઓ આ સાઇટ વિઝીટ વેળાએ તમામ વિગતો મેળવીને જરૂર પડ્યે અધિકારીઓને સ્થળ ઉપર જ માર્ગદર્શન આપશે. આ સાઇટ વિઝીટ બાદ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ જીલ્લા કલેકટર કચેરી ખાતે બન્ને મહત્વના પ્રોજેકટ એઇમ્સ અને હીરાસર એરપોર્ટ અંગે સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં સંલગ્ન વિભાગના અધિકારીઓને બોલાવી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!