ખેડબ્રહ્મા તાલુકામાં રસીકરણ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવી.

ખેડબ્રહ્મા તાલુકામાં રસીકરણ ઝુંબેશ વધુ તેજ કરવામાં આવી.
Spread the love

ખેડબ્રહ્મા તાલુકાના ટી.એચ.ઓ ડો.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ખેડવા પીએચસી ના ધરોઈ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના
ભુરીધર ફડ જેવા અંતરિયાળ ગામમાં લોકો રસી લેવા માટે તૈયાર ન હતા
છતાં લોકોને રસીકરણ વિશે અને કોરોના વિશે સમજણ આપતાં 18 વર્ષ થી ઉપરના લોકોને રસીકરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું‌ છે.
આ ગામમાં આરોગ્યની ટીમે લોકોને ડોર-ટુ-ડોર જઈ ખૂબ જ સમજાવ્યા અને રસીકરણ થી કોઈ જ તકલીફ નહીં થાય સાથે કોરોના મહામારીમાં રસી એ જ ઉત્તમ ઉપાય છે.
તેવું લોકોને સમજાવી રસીકરણ ઝૂંબેશ હાથ ધરવામાં આવી
આજે લોકોને રસી લેવા માટે પડાપડી થાય છે
દિલથી પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ પરિણામ મળે છે તેનું ઉત્તમ ઉદાહરણ ભૂરી ધરફડ ગામના લોકોને સમજાવીને સો ટકા લક્ષ્યાંક પાર પાડવા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!