ડભોઇ આંગણવાડી ના બાળકો ને નિઃશુલ્ક યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા

ડભોઇ આંગણવાડી ના બાળકો ને નિઃશુલ્ક યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા
આજરોજ નંદઘર આંગણવાડી ડભોઇ ખાતે 3 થી 6 વર્ષ સુધીના બાળકો ને સરકાર શ્રી દ્વારા વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.ડભોઇ માં આવેલ આંગણવાડી માં ગરીબ વર્ગ ના બાળકો ને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવા માં આવે છે.જેમાં શિક્ષણ ની સાથે સાથે બાળકો ને દરેક વાર તહેવાર ની ઉજવણી કરાવી તહેવાર નું મહત્વ સમજાવવા માં આવે છે.સાથે જ અલગ અલગ પ્રતીયોગીતાઓ યોજી બાળકો ને સામાન્ય જ્ઞાન વધે તેવું આયોજન કરવામાં આવે છે.આજરોજ સરકાર દ્વારા ગરીબ બાળકો ને વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 3 થી 6 વર્ષ ની ઉમર ના આશરે 15 જેટલા બાળકો ને બાળક દીઠ 2 યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.જ્યાં નાના ભૂલકાઓ ને યુનિફોર્મ આપવામાં આવતા બાળકો માં ખુશી ની લાગણી જોવા મળી હતી.આ પ્રસંગે નંદઘર આંગણવાડી ખાતે ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,કોર્પોરેટર અનસોયાબેન વસાવા,દક્ષાબેન,આંગણવાડી ના સુપરવાઇઝર દીપાલી બેન સાથે આંગણવાડી ની બહેનો હજાર રહી હતી.
રિપોર્ટ:-ચિરાગ તમાકુવાલા ડભોઇ