ડભોઇ નગરપાલિકાના સફાઈ કામદારો એ પોતાની નારાજગી વ્યક્ત કરી

ડભોઇ નગરપાલિકાના સફાઈ કામદારો એ પોતાની નારાજગી વ્યક્ત કરી
Spread the love

“સમગ્ર સભાના કલાકો અગાઉ ડભોઇ નગરપાલિકાના સફાઈ કામદારો એ પોતાની નારાજગી વ્યક્ત કરી ”

ડભોઈ નગર પાલિકા ના સફાઈ કામદારોએ સમગ્રસભાના કલાકો અગાઉ નગરપાલિકાના પ્રાંગણમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ગઈકાલે નગરપાલિકાના સભાખંડમાં સફાઇ કામદારોને સેફ્ટી કીટનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે સભાખંડમાં કેટલાક સત્તાધીશો દ્વારા તેઓની સામે કેટલીક આક્ષેપબાજી કરવામાં આવી હતી. જેથી આ સફાઈ કામદારોને મોટી ઠેસ પહોંચી હતી સફાઈ કામદારો ડભોઇ નગરપાલિકાના પ્રાંગણમાં ગઈકાલે સભાખંડમાં તેઓની વિરુદ્ધ થયેલી આક્ષેપો બાજીને લઈને આ કામદારો રજાઉપર ઉતરી ગયા હતા.તેઓ સામે એવા આક્ષેપો કર્યા કે આ સફાઈ કામદારો નગરપાલિકા માં હાજર થઈ સહી કરી ચાલ્યા જાયછે.નગરમાં યોગ્ય રીતે સફાઇ કરવામાં આવતી નથી અને નગરમાં ઠેકઠેકાણે કચરાના ઢગલાઓ પડ્યા છે. એવા ખોટા આક્ષેપ કરી અમોને બધાને ઠેસ પહોંચાડી છે. આ સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવા માટે ડભોઇ નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ શાહ અને બિરેન શાહ સ્થળ ઉપર આવી પહોંચી તેઓની રજૂઆતો સાંભળી હતી.
હાલમાં નગરપાલિકા માત્ર ૩૫૦૦/-રૂપિયા જેટલું વેતન અમોને ચૂકવે છે અને તે પણ અનિયમિત રીતે તેમજ મોટા વિસ્તારોમાં ડબલ કામગીરી સોંપવામાં આવે છે. છતાં પણ અમો અમારી કામગીરી સતત ચાલુ જ રાખીએ છીએ. હાલમાં
નગરમાં ચર્ચાનો વિષય એ થયો કે એકતરફ નગરપાલિકાના જ કર્મચારીઓ દ્વારા જ બિચારી નગરપાલિકાની પરિસ્થિતિ કથળી થઈ ગઈ છે જેવા શબ્દેએ હાસ્ય ઉભું કરાયું છે.કારણ કે હાલમાંજ બિચારી નગરપાલિકાને એમ.જી.વી.સી.એલ દ્વારા કરોડો રૂપિયાનું ચુકવણીની નોટિસ પાઠવવામાં આવી હતી જે સન ૨૦૧૮થી બાકી ચાલતા આવ્યા છે એ પણ એક કથળેલી નગરપાલિકાની હાલત નું પ્રતિબિંબ સાબિત થાય છે. બીજું એક તરફ સફાઈ કામદારો ને કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ ગણાવીને બીજી તરફ તેમની અવગણના થાય તે કેવો ન્યાય ? સફાઈ કામદારોએ પણ સત્તાધિશોને ચેલેન્જ થી જણાવ્યું હતું કે હાલમાં કોરોનાવાયરસ ની પરિસ્થિતિ માં મેલેરિયાનો જો એક પણ કેસ અમોને લાવીને બતાવે તો અમારી સફાઇની કામગીરી બરાબર ન થઇ એવું સાબિત થઈ શકે. અમો કામગીરી બરાબર કરતા ન હોત તો હાલમાં નગરમાં કોરોના ની સાથે સાથે મેલેરિયાના કેસોનો રાફડો ફાટયો હોત અને તેઓએ જણાવ્યું હતું કે અમો હાલ ત્રણ દિવસ માટે રજા ઉપર ઉતરેલા છે અને અમો ડભોઇ -દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે મંત્રણા કરી અમારી રજૂઆતો અને અમારી વેદનાઓ તેઓ સમક્ષ રજૂ કર્યા બધા અમો ફરજ ઉપર હાજર થઈશું .હવે જોવાનું એ રહ્યું કે શું આ કથળેલી નગરપાલિકા તેઓની માગણીઓ સ્વીકારશે ? તેવી ચર્ચા નગરમાં વેગ પકડ્યો છે.

રિપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210703-WA0062.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!