ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની ઓફલાઈન પરીક્ષાનો તા.૭ જુલાઈ થી પ્રારંભ
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીને અનુલક્ષીને તથા સરકારની ગાઈડલાઈન્સ મુજબ આગામી તારીખ તા. ૭ જુલાઈ ૨૦૨૧ થી યુ.જી. સેમ-૫(પુરક) તથા પી.જી. અને બી.એડ. સેમ. ૨ અને ૪ તથા એલ.એલ.બી. સેમ. ૧ ની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં બે સેશનમાં ૭૯ કેંદ્રો ઉપર કુલ ૧૩૪૨૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પ્રથમ તબક્કો પૂરો થયે તા.૧૯/૦૭/૨૦૨૧ થી બીજા તબક્કામાં યુ.જી. સેમ. ૬ અને એલએલ.બી. સેમ. ૪ તથા ૬ ની પરીક્ષાઓ યોજવામાં આવશે. જેમાં કુલ ત્રણ સેશનમાં ૮૩ કેન્દ્રો ઉપર કુલ ૧૮૮૦૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોવીડ ગાઈડલાઈન્સ જેવી કે માસ્ક પહેરવું, સેનીટાઈઝરનો ઉપયોગ, સોશ્યલ ડીસ્ટન્સીંગ, ટેમ્પરેચર ચેક કરવા થર્મલ ગનનો ઉપયોગ સહિતના નિયમોનું દરેક કેન્દ્ર ઉપર ચુસ્ત રીતે પાલન કરવામાં આવશે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ