બાંધકામ શ્રમિકો માટેની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ
શ્રમિકો સબંધી સરકારની કલ્યાણકારી યોજનાના લાભ માટે નોંધણી આવશ્યક
જિલ્લાના કોઇ પણ કોમન સર્વિસ સેન્ટર પર વિનામલ્યે નોંધણી થાય છે
જૂનાગઢ : રાજ્યમાં બાંધકામ શ્રમયોગીના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસુતિ સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ધન્વન્તરી આરોગ્ય રથ યોજના વગેરે અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે જૂનાગઢ જિલ્લાના બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકો દ્વારા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી આવશ્યક છે. આ માટે તા.૦૮/૦૬/૨૦૨૧ના રોજ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ઇ-નિર્માણ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે.
નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા અને તેની સુલભતા વધારવા તેમજ ગુજરાત રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી જાતે નોંધણી કરી શકે તે માટે ઇ-નિર્માણ પોર્ટલ https://enirmanbocw.gujarat.gov.in/ અને ગુગલ પ્લે સ્ટોર પરના ઇ-નિર્માણ એપ દ્વારા બોર્ડમાં જાતે જ નોંધણી કરી શકે તેમજ જિલ્લાના કોઇ પણ કોમન સર્વિસ સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકે છે. બાંધકામ શ્રમયોગીની નોંધણી માટેની પાત્રતા ૧૮ થી ૬૦ વર્ષની વય મર્યાદા, છેલ્લા ૧૨ મહિનામાં ૯૦ દિવસથી ઓછુ ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવાના પુરાવા સાથે આધારકાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજોમાં રાશનકાર્ડ અને બેન્કની વિગતો સાથે બોર્ડમાં નોંધણી કરાવી શકે છે.
વધુમાં જે બાંધકામ શ્રમિક તરીકે પહેલાથી બોર્ડમાં નોંધાયેલ છે તેવા નોંધાયેલા બાંધકામ શ્રમિકોની વિગતો જેમ કે આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક ખાતાની માહિતી તથા મોબાઇલ નંબર અધુરી તથા ખુટતી હોવાથી જે-તે જિલ્લાના નજીકના સીએસસી સેન્ટર પર જઇ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી ખાતે જઇ તમામ ડોક્યુમેન્ટ જેવા કે ૯૦ દિવસમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી તરીકે કાર્યના પ્રમાણપત્ર, વયના પુરાવા, આધારકાર્ડ, રાશનકાર્ડ, બેન્ક ખાતાની માહિતી અને ઓળખના સરકારી દસ્તાવેજો સાથે તથા મોબાઇલ નંબર વેરીફાઇ કરાવીને બાંધકામ શ્રમિક તરીકેનું સ્માર્ડકાર્ડ મેળવી લેવા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકોને જણાવવામાં આવે છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ