જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક યોજાઇ

જૂનાગઢ : કોરોના સંક્રમણને રોકવા આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનાં સામના માટે આગોતર આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજન અને અમલીકરણમાં કોઇ કચાશ ના રહે તેની તકેદારી લેવા જિલ્લા કલેકટરશ્રીએ આરોગ્ય સત્તાવાળાઓને જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને ત્રીજી લહેરની સ્થિતિમાં આઇ.સીયુ.બેડ વધારવા, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી દવાનો પુરતો જથ્થાની ખરીદી સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપી સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પટેલ, આસીસ્ટન્ટ કલેક્ટર અંકિત પન્નુની ઉપસ્થિતીમાં યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ આરોગ્ય જિભાગની આગોતરી તૈયારી સાથે તેનુ સમયમર્યાદા સાથે અમલીકરણ જરૂરી છે. તેમાં તંત્ર દ્વારા કોઇ કચાશ ના રહે તેની તકેદારી લેવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતા, મેડીકલ સુપ્રીટેન્ડેર ડો. સુશીલ કુમાર,સીવીલ સર્જન ડો. લાખણોત્રા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા, સહિત મેડીકલ ઓફિસરો આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ