જૂનાગઢ સરકારી આઈ.ટી.આઈમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી
જૂનાગઢ : જૂનાગઢ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વિવિધ પ્રકારના NCVT તેમજ GCVT પેટનના વ્યવસાયલક્ષી ટ્રેન્ડમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૩/૭/૨૦૨૧ થી શરૂ કરવામાં આવી છે. આ ફોર્મ તા.૨૦/૭/૨૦૨૧ સુધી ભરી શકાશે.
ઉમેદવારો તેમના જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ઓરીજનલ તેમજ નકલો સાથે રાખી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ ખાતે આવી તેમના ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત પ્રવેશ ઈચ્છતા ઉમેદવારો જૂનાગઢ આઈ.ટી.આઈ ખાતે એડમિશન વિભાગમાં આવી Interest Assessmrnt Tool દ્વારા ઓનલાઇન ટેસ્ટ આપી કઈ સ્કૂલમાં તેઓ રુચિ ધરાવે છે તે જાણી શકશે અને પોતાના રૂચિ ધરાવતા વોકેશનલ કોર્ષના પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી બનાવી શકે છે તેમ આચાર્ય શ્રી આર.પી. ભટ્ટી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ