ઉપરકોટની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ

ઉપરકોટની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ
Spread the love

ઉપરકોટના જિર્ણોધ્ધાર કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા કલેક્ટર

જૂનાગઢ : જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટની જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજે મુલાકાત લઇ પ્રવાસન વિભાગ દ્વારા કાર્યરત જિર્ણોધ્ધાર કામગીરીનું નિરીક્ષણ કરી તેમાં ઝડપ લાવવા જણાવ્યું હતું.

જૂનાગઢની ઐતિહાસિક ધરોહર સમાન ઉપરકોટની પ્રવાસન વિભાગ દ્રવારા રૂ ૪૫ કરોડ ઉપરાંતના ખર્ચે તેની ભવ્યતા પ્રસ્થાપિત કરવાની કામગીરી કાર્યરત છે. આ કામગીરીથી જિલ્લા કલેક્ટરશ્રીને પ્રવાસન વિભાગના અધિકારીશ્રી કુલદીપ પાઘડારે માહિતગાર કરી સમગ્ર પ્રોજેકટની વિગતો આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ અડી કડી વાવ, નવઘણ કુવો, રાણકદેવીનો મહેલ, સહિત સમગ્ર પરિસરમાં કાર્યરત કામગીરીનું નિરીક્ષણ કરી તેમાં ઝડપ લાવવા સાથે કિલ્લાની ભવ્યતામાં કોઇ ઉણપ ના રહે તેની તકેદારી લેવા જણાવ્યું હતું.

કલેક્ટરશ્રીની ઉપરકોટ મુલાકાત પ્રસંગે આસીસ્ટન્ટ કલેક્ટર અંકિત પન્ન તેમજ પ્રવાસન વિભાગના અધિકારીશ્રીઓ સાથે રહ્યા હતા.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!