ઇન્ટરનેશનલ બ્રાહ્મણ પાર્લામેન્ટના ચેરમેન તરીકે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)ની નિમણુંક

- ડભોઇ બ્રહ્મ સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્યું
ઇન્ટરનેશનલ બ્રાહ્મણ પાર્લામેન્ટના ચેરમેન તરીકે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા(સોટ્ટા)ની નિમણુંક થતા ડભોઇના બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા આજરોજ શૈલેષભાઇ મહેતાનું બહુમાન કરતા શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. ઇન્ટરનેશનલ બ્રાહ્મણ પાર્લામેન્ટના ચેરમેન તરીકે શૈલેષભાઇ સોટ્ટાની નિમણુંક રાજસ્થાનના ગવર્નર કલરાજ મિશ્રા,તથા માજી કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી અને હાલના ગ્રુપના ચેરમેન વિષ્ણુપ્રસાદ શુકલા તેમજ સુપ્રિમ કોર્ટના એડવોકેટ સંતોષ શુકલા જેવા મહાનુભાવોની હાજરીમાં નિમણુંક કરવામાં આવી હતી.
આજરોજ ડભોઇ બ્રહ્મસમાજ દ્વારા તેઓને નિમણુંક બદલ ડભોઇ બ્રહ્મ સમાજના આગેવાન ચિરાગભાઈ જોશી, વિપુલભાઈ ભટ્ટ, કૌશિકભાઈ ભટ્ટ તથા અન્ય બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા શૈલેષભાઇનું બહુમાન કરી શુભેચ્છા પાઠવી હતી અને પોતાના જ્ઞાન અને શક્તિથી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં સમાજને વધુ મજબૂત તેમજ સંગઠિત બનાવવા કટિબદ્ધ હોવાનું શૈલેષ ભાઈ મહેતા (સોટ્ટા) એ જણાવ્યું હતું. શૈલેષભાઈ મહેતાને ઇન્ટરનેશનલ બ્રાહ્મણ પાર્લામેન્ટના ચેરમેન તરીકે નિમણુંક થતા જ સોશ્યિલ મીડિયા પર શૈલેષભાઈ પર જય પરશુરામના નારા સાથે અભિનંદનની વર્ષા થઈ હતી.
રિપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)