સાત વર્ષના લગ્ન જીવનને તૂટતુ બચાવી છૂટાછેડા ના વિચાર થી મુક્ત કરી જૂનાગઢ ૧૮૧ અભયમે પરીવારને એક કર્યો

જૂનાગઢ : સાત વર્ષના લગ્ન જીવનને તૂટતુ બચાવી છૂટાછેડા ના વિચાર થી મુક્ત કરી જૂનાગઢ ૧૮૧ અભયમે પરીવારને એક કરી પ્રશંસનીય કામગીરી કરી છે.
રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરા અર્થમા આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. જેમાં મહીલાઓને ઘરેલુ હિંસા, છેડતી જેવા અનેક બનાવમા મદદ, સલાહ , સુચન, માર્ગદર્શન અને બચાવ કરી મહીલા ને ભય મુકત બનાવતી અભયમ ટીમ મહીલાઓ ની મદદ માટે દિવસ અને રાત કામ કરી રહી છે.
ત્યારે જૂનાગઢ જિલ્લામાંથી એક મહીલા દ્રારા ૧૮૧ માં ફોન કરી મદદ માંગીને જણાવ્યુ હતું કે મારા પતિ બાળકને રમાડવાના બહાને બાળકને લઈને જતા રહેલા છે.તેઓ બાળક આપવાની ના પાડતા હોય તેથી બાળક અપાવવા મદદ માગેલ. તુરંત જૂનાગઢ અભયમ ટીમના કાઉન્સેલર મીનાક્ષીબેન સોલંકી કોન્સ્ટેબલ ભારતીબેન મકવાણા, પાયલોટ જીણાભાઈ સ્થળ પર પહોચી અને તેમનુ કાઉન્સેલિંગ કરતા પીડિતાએ જણાવ્યુ કે તેમના લગ્નનને સાત વર્ષ થયેલ છે. તેમને દોઢ વર્ષનુ બાળક છે. પતિ ઘરમા પૈસા આપતા ના હોય પીડીતાના માતા પીતા ઘરે આવે તે ગમતુ ના હોય તેથી બન્ને વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હોય તેથી પીડીતા બહેનના ઘરે રહેવા જતા રહેલા. આથી,પતિ-પત્નીએ છૂટા છેડા લેવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યારે આજે પતિ બાળક રમાડવાના બહાને લઈને જતા રહેલ અને બાળક આપવાની ના પાડતા હોય તેથી ૧૮૧ ની મદદ લીધેલ ત્યારબાદ મહીલા તથા તેના પતિ કાઉન્સેલીંગ કરી અભયમ ટીમ દ્રારા તેમના અને તેમના બાળક ના ભવિષ્ય વિશે સમજાવી ને જીવન જીવવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલ અને એકબીજા પ્રત્યેની જવાબદારીનુ ભાન કરાવેલ.
આમ બન્ને વચ્ચે ના પ્રશ્નોનું સમાધાનકારી નિરાકરણ લાવી છૂટાછેડા લેવાના નિર્ણય માંથી બહાર લાવેલ તથા આગળનુ જીવન સાથે જીવવાનો નિર્ણય કરેલ .આમ પરિવારનુ પુનઃમિલન થતા તેઓએ ૧૮૧ ટીમનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ