વિસાવદરના લોકોએ ખરા દિલથી આપાગીગાના તથા ભૂતબાપાના ચરણોમાં શીશ ઝુકાવી કરેલ પ્રાર્થના સફળ

વિસાવદરના લોકોએ ખરા દિલથી આપાગીગાના તથા ભૂતબાપાના ચરણોમાં શીશ ઝુકાવી કરેલ પ્રાર્થના સફળ આખરે વિસાવદરમાં વરુણદેવ રિજાયા.. વરસાદ નું આગમન… વિસાવદર તા.ગઇકાલે અષાઢીબીજના આગલા દિવસે વિસાવદર શહેર તથા આજુબાજુના લોકો તથા વિવિધ સંસ્થાઓ તરફથી વિસાવદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેંચાતા પાણીનો પ્રશ્ન ઉભો થતા વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, મેડિકલ સાધન સેવા કેન્દ્ર ના ચન્દ્રકાન્ત ખુવા, જે.પી.છતાણી,કરશનભાઇવાડદોરીયા, વિસાવદરના જાણીતા એડવોકેટ નયનભાઈ જોશી,ધીરુભાઈવાઘેલા, તથા વિસાવદર અનેક વેપારીઓ પત્રકારો, તથા અનેક સેવાભાવી યુવાનો દ્વારા ગઈકાલે બપોરે ૪/૦૦ વાગ્યે પ્રસ્થાન કરી પગપાળા ચાલી સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાની જગ્યામાં તથા ભૂતબાપાની જગ્યામાં શીશ ઝુકાવી વિસાવદર વિસ્તારમાં સારો વરસાદ આવે તેવી પ્રાર્થના ખરા દિલથી કરેલ હતી અને તે પ્રાર્થના જાણે આપાગીગા,ભૂતબાપા, તથા વરુણદેવએ સાંભળી સ્વીકારી લીધેલ હોય તેમ ચોવીસ કલાકમાં વિસાવદર વિસ્તારમાં વરસાદ વરસી જતા ખેડૂતો તથા લોકોમાં આનંદની લાગણી છવાયેલો જોવા મળી રહી છે.