રાષ્ટ્રીય સરળતા દિવસ-મહાન લેખક “થોરો”નો જન્મદિવસ 

રાષ્ટ્રીય સરળતા દિવસ-મહાન લેખક “થોરો”નો જન્મદિવસ 
Spread the love
  • “સરળતા એ સુખનો સાર છે” : સેડ્રિક બ્લેડસો

વિશ્વમાં ગાંધીજી, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ જેવી અનેક વ્યક્તિઓ  અને અનેક સંતો એ સાદગી,સરળતાથી જીવન જીવતા શીખવ્યું છે . પરંતુ તેનાથી એક કદમ આગળ વધી સમૃદ્ધ દેશ ના વૈભવી ભૌતિકવાદ ની પકડ થી માનવી ને છોડાવી  સાદગી અને ઓછી જરૂરત થી માનવી તણાવ મુક્ત સુખી જીવન જીવી શકે છે,તે વાત જાત અનુભવે વાસ્તવિક સિદ્ધ કરનાર વિખ્યાત અનેક પુસ્તકોના લેખક હેનરી થોરો  દુનિયા નવી દૃષ્ટિ આપી છે .પ્રકૃતિને વ્હાલ કરો અને સાદગી સરળતાથી સ્વીકારો -જીવનને સાચા અર્થમાં માણો  એવા સરળ સૂત્રો આપ્યા .

આ અમેરિકન ફિલસુફ, લેખક નો જન્મ તા.12 મી જુલાઈ 1817માં કોનકોર્ડ ,મેસેચ્યુસેટ્સ  માં થયેલો આ બહુમુખી પ્રતિભા ધરાવતા સરળ જીવન નિર્દેશક, ના જીવન અને કાર્ય નું સન્માન સાથે  કાયમી સ્મરણ માટે અમેરિકામાં ‘સિમ્પલીસિટી ડે’ ઉજવાય છ .તેઓ  ટ્રાન્સેન્ડેટ લિઝમ સિદ્ધાંતના હિમાયતી હતા.નાગરિક સ્વત્રંતા માં માનનારા ,કુદરત પ્રેમી,પ્રકૃતિ ચાહક,કવિ,લેખક,ફિલસૂફ,નિબંધકાર, સ્વનિર્ભયતાનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક પણ કહી શકાય . તે સાદગીભર્યું જીવન જીવવા હિમાયત કરે છે.

તેમણે આ વિષયની આસપાસ અનેક પુસ્તકો લખ્યા.હેનરી ડેવિડ થોરોનું સૌથી પ્રખ્યાત પુસ્તક વોલ્ડેન પોન્ડ ‘  છે.જેમાં આત્મકથા સમા અંશો છે. આ પુસ્તક માટે વિદ્વાન  સોન્ડર્સ નોંધે છે કે ‘વોલ્ડેન પોન્ડ’ માં ઓળખાયેલા હસ્તાક્ષર બાઇબલ ના સંકેત છે.તે મરીગયા અને ફરીથી જીવંત હતાં.’ આ એક જ વાક્ય તેમની વિદ્વત્તા ની ઓળખ માટે પૂરતા છે  અને અમેરિકા તેના ઋણ ને ન ભુલાય માટે -સરળતા દિવસ,સાદગી દિવસ તરીકે  દર વર્ષે 12 મી જુલાઈ ઉજવે છે.

દરેક વ્યક્તિએ વ્યસ્ત જીવનશૈલીમાં તણાવ મુક્ત બનવા જીવન સરળ બનાવવા ના માર્ગ તરફ ધ્યાન આપવા સરળતા અપનાવવી જોઈએ,જે બિનજરૂરી બોજો દૂર કરવાની તક પૂરી પાડે છે.એમ તેઓ કહેતા. માત્ર જીવન જ નહિ પણ “જેમ તમે તમારા જીવનને સરળ બનાવશો, બ્રહ્માંડના નિયમો સરળ હશે”.  એવી ખરી દૃઢતા સાબિત કરનાર પણ હતા. પ્રાકૃતિક જીવન ને પ્રોત્સાહન આપનાર હતા.વ્યવહારિકતા ,ડહાપણ,’ની સરળતા,માનવજીવનને તર્ક સમજથી પરિવર્તનશીલ  રાહ જોનારા આશાવાદી હતા.

રાષ્ટ્રીય સરળતા દિવસ નો જન્મ નો મૂળ હેતુ ‘ વિશ્વની મુશ્કેલીઓથી મુક્ત થવા અને પોતાને ફક્ત સરળ રહેવાની મંજૂરી આપવા માટે થયો હતો. આ દિવસ ટેકનોલોજીથી દૂર પગથિયા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે, બિનજરૂરી તાણ અને જીવનની જેમ તે સરળ રીતે આનંદ લે છે. જીવનને જટિલ બનાવશો નહીં.’ આ સંદેશ વિશ્વમાં પ્રસાર કરવા થયો હતો. કારણ કે ચિંતક વિદ્વાન સેડિક બ્લેડસો પણ આ વાતને સમર્થન આપે છે. અને કહે છે-‘સરળતા એ સુખનો સાર છે’.આજના ભૌતિકવાદનો જમાનામાં ઓછી વસ્તુથી ચાલી શકાય છે તે ભવિષ્યમાં મોટી સમજ બની જાય છે એમ રોબર્ટ બ્રાલ્ટ આપણને સમજાવે છે.

કોલેજ કાલથી સાથે રહેનારા નિકટના મિત્ર  રોબર્ટ  ઈમર્સન 2 મહિનાની જમીન પર એક નાનકડી ઝૂંપડી સમાન ઓરડી બાંધી,તળાવને કાંઠે ‘વોલ્ડેન પોન્ડ’ની જગમાં  4જુલાઈ 1845 થી તા.6 સપ્ટેમ્બર 1847-એટલેકે 2 વર્ષ, 2 દિવસ ગાળ્યા.તે દરમિયાન શાકભાજી ઉગાડ્યાં,ચારેય ઋતુમાં તળાવના પાણીની વધઘટ,થીજી જવું, વૃક્ષોમાં થતા ફેરફારો,વેલાઓ અને  ફૂલ ઝાડ ની લીલાઓ  માણી અને જીવન વિકાસ સાથે પ્રતીક ગણાવી. વસવાટ દરમ્યાન જીવન ટકાવી રાખવા, જરૂરી  આવશ્યક ફ્રૂટ, ભાજી ઉગાડી વધારાની ઓછી કિંમતે વેચી પણ ખરી.ભોજનમાં  રાઈ બ્રેડ, મીઠું ડુક્કરનું માંસ, ચોખા અને બટાકા ખાધા.

અનુભવ, ચિંતન અને સરળતા,સાદગી,પ્રગતિ,આધ્યાત્મિક જાગૃતિ  બધું જાતે આત્મસાત કરી ને સાહિત્યમાં નિરૂપણ કર્યું તેથી તેમાં સચ્ચાઈ નો રણકાર છે.- આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે તે સ્થાન છોડ્યું ત્યારે, તે સંતુષ્ટ  હતા. તેઓએ સાબિત કર્યું કે માનવીઓ તકનીકી અથવા આધુનિક વિશ્વના ભંડારો વિના ખાલી જીવી શકે છે.આ કેબિનમાં  થોરોએ  રોકાણ દરમિયાન પોતાને જીવંત અને સ્વસ્થ રાખવા માટે કેટલો ખર્ચ થાય છે તે વિશે પણ વિગત આપી હતી.  સાચ્ચે જ આ પુસ્તક માં ઇકોલોજી વિઝનના પ્રારંભિક મૂળને જાહેર કર્યું છે.

તેમની વિચારધારા હતી કે , “આપણું જીવન વિગતોથી ખંડિત થઈ જાય છે તેને  સરળ બનાવવું, સરળ કરવું” મતલબ કે લોકો અગત્યની બાબતો થી ખૂબ ચિંતિત હોય છે, જે ખરેખર મહત્વપૂર્ણ નથી.  “જેમ તમે તમારા જીવનને સરળ બનાવશો તેમ બ્રહ્માંડના કાયદા સરળ બનશે, એકાંત એકલતા નહીં બને, ગરીબી ગરીબી નહીં બને, નબળાઈ નબળાઈ નહીં લાગે. જીવનને સરળ બનાવવા  જીવનને જટિલ બનાવવાની જરૂર નથી, જો તેમ  કરશો તો  તાણ, અસંતોષ થી દુ:ખી થશો નહીં. દરેક સમસ્યાનું સમાધાન  હેતુ માટે જીવંત.છે.જીવનની આવશ્યક તથ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા માટે શું મહત્વનું છે તે શોધો અને એક સૂચિ બનાવો કે જેમાં વસ્તુ, લક્ષ્યો અને પ્રવૃત્તિઓ નો સમાવેશ હોય ! તેમણે આગળ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે નાની સિદ્ધિ ચૂકશો નહીં.

આજના સમય ની વિકટ પરિસ્થિતિનો અગાઉ અંદાજ આપતા કહે છે કે બધા ખોટા કારણોસર બિનજરૂરી ચીજો ખરીદશો નહીં. મહત્વપૂર્ણ વસ્તુ ઓળખો અને બાકીની બાબતોથી છૂટકારો મેળવો. આવેગ જન્ય ખરીદી પર પ્રતિબંધ મૂકવા સલાહ આપે છે. જે મહત્વનું છે તેના પર સ્પષ્ટતા કરવા માટે, બિનજરૂરી પરિસ્થિતિઓને છોડી દો અને તમને જેની સૌથી વધુ કિંમત છે તે ધ્યાનમાં લો.શોધો અને વપરાશ ના વધુ પડતા ઉપયોગ સામે લાલ બત્તી બતાવે છે.’ તકનીકીથી દૂર રહો. તમારા ઉપકરણો અનપ્લગ કરી. કંઇક અલગ કરો. વારંવાર અનેક પુસ્તકોમાં પણ લખે છે  “આપણું જીવન વિગતવાર રીતે ખીલ્યું છે. સરળ સરળ અને  સરળ બનાવો.”

માનવીએ જરૂરિયાતો  બે કે ત્રણ જેટલી થવા દો, અને બાકીની બધી સો કે હજાર નહીં; અડધો ડઝન ની ગણતરી કરવાને બદલે, અને બાકીની બધી જરૂરિયાતો આંગળીના ટેરવે લટકાવી રાખો. ” તેમના લખાણો માં પોતે સ્વાનુભવ ઝીલેલા માનવ પ્રકૃતિનું સત્ય દર્શન છે,ઝિલાયેલી લાગણીના પ્રતિબિંબ છે.મેડિટેશન છે. તત્કાળ લોકો  થોરો ની ભાષા જૂની ગદ્ય ની, ચીલા ચાલુ તર્ક શૈલીથી ભિન્ન, ક્લિષ્ટ, વક્રોક્તિ વળી હોવાથી લોક ભોગ્ય ન બની શકી. પરંતુ તેમ છતાં આ એક જ એમને મહાન લેખકોની હરોળમાં મૂકી દીધા. તેઓના તમામ લખાણો ચિંતનશીલ છે. આવા બહુમુખી પ્રભાવ શાળી  સર્જક ને અમારા વંદન ,જીવનને સરળ બનાવવા સાદાઈથી જીવવા, ઓછી જરૂરત થી ચલાવી લેતા સુખી,સંતોષી બનવા કોશિશ તો કરીએ !

વત્સજીત – નવી મુંબઈ (મહારાષ્ટ્ર) 

Admin

Admin

9909969099
Right Click Disabled!