ગાંધીનગરના સેકટર-26 કિસાનનગરમાં ગેરકાયદે ગાયના વાડા ઊભા કરનાર દબાણકર્તાઓને હટાવવા રજૂઆત

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ કમ્પાઉન્ડ વોલની આજુબાજુમાં ગેરકાયદેસર દબાણ કરીને ગાયોના વાડા બનાવવામાં આવેલ છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગાયોનો ત્રાસ તથા ગંદકીનું પ્રમાણ વધી જવા પામ્યું છે. જેથી વસાહતીઓ પરેશાન થઈ ગયા છે અને તેઓના આરોગ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. આ બાબતે તાત્કાલિક અસરથી પગલાં ભરવા સેકટર-26 કિસાનનગરના વસાહતીઓ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.