વાસ્મો દ્વારા જુથળ ખાતે રૂ.૮૭.૯૦ લાખના વિકાસકામો મંજુર કરાયા
જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા માળીયા હાટીના તાલુકાના જુથળ ગામ માટે અંદાજીત રૂ.૮૭.૯૦ લાખના વિકાસકામો મંજુર કરાયા છે.જેમાં રાઇઝીંગ પાઇપલાઇન, હયાત કુવા, વિતરણ પાઇપલાઇન, પંપીગ મશીનરી, વોલ પેઇન્ટીંગ, ટી સિસ્ટમ, ટેન્ડર ચાર્જ જેવા કામો હાથ ધરવામાં આવશે.
જુથળ ગામના લોકોની વસ્તી ૫૮૫૪ છે ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ. ૮૭.૯૦ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં રાઇઝીંગ પાઇપલાઇન, હયાત કુવા, હયાત સમ્પ, વિતરણ પાઇપલાઇન(પીવીસી ૬ કેજી/મી), ૭૫મીમી-૨૮૩૮મીમી, ૯૦મીમી-૪૫૯૧મી, પમ્પીંગ મશીન, એચ.પી.-૧૨.૫, એલપીએસ-૧૦૦૦, હેડ-૨૪મી, વોલ પેઇન્ટીંગ, એક સરખા પ્રેસર માટેની ટી સિસ્ટમ, ટેન્ડર ચાર્જ, સહિતના વિકાસના કામો કરવામાં આવશે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ