જૂનાગઢ જિલ્લા ગ્રાહક સુરક્ષા અને પુરવઠા સલાહકાર સમિતીની બેઠક યોજાઇ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા ગ્રાહક સુરક્ષા અને પુરવઠા સલાહકાર સમિતીની બેઠક કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે આજે યોજાઇ હતી. કાર્યવાહક જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં નવી વ્યાજબી ભાવની દુકાન ખોલવા તેમજ અનાજ પુરવઠાની સ્થિતીની ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.
અન્ન સલામતની નવા કેસો, ગ્રાહક સુરક્ષાના કેસ, ગ્રામ વિસ્તારોમાં વ્યાજબી ભાવની દુકાનોની વિતરણ વ્યવસ્થા તથા અનાજ પુરવઠાની પણ ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકની કાર્યવાહીનુ સંચાલન જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ગોવાણીએ કર્યું હતું. બેઠકમાં સમિતીના સભ્યો ઉપરાંત ધારાસભ્યશ્રી હર્ષદભાઇ રીંબડીયા અને દેવાભાઇ માલમ ઓનલાઇન જોડાયા હતા
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ