રાજકોટ માં મહાનગરપાલિકા સંચાલિત તમામ સ્નાનાગારો તા.૨૩/૭/૨૦૨૧ થી લોક ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે

રાજકોટ માં મહાનગરપાલિકા સંચાલિત તમામ સ્નાનાગારો તા.૨૩/૭/૨૦૨૧ થી લોક ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે, તા. ૨૧/૭/૨૦૨૧ થી રજીસ્ટ્રેશન ચાલુ.
રાજકોટ માં મહાનગરપાલિકા સંચાલિત તમામ સ્નાનાગારો તા.૨૩/૭/૨૦૨૧ થી લોક ઉપયોગ માટે શરૂ કરવામાં આવશે. હાલ નોન ચિલ્ડ્રન કેટેગરીમાં ફકત જાણકાર સભ્યો તથા ડાઇવીંગ કેટેગરીના શિખાઉ સભ્યો માટેની બેચો જ શરૂ થશે. આ અંગેનું રજીસ્ટ્રેશન તા.૨૧/૭/૨૦૨૧, બુધવારથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ (www.rmc.gov.in) પર થી તા.૨૨/૭/૨૦૨૧ થી નજીકની વોર્ડ ઓફિસ તથા સિવિક સેન્ટરો ખાતેથી કરી શકાશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.