માણાવદર પોલીસ સ્ટેશનમાં 72 માં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

માણાવદર પોલીસ સ્ટેશનમાં 72 માં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષા રોપણ કરવામાં આવ્યું
Spread the love

માણાવદર પોલીસ સ્ટેશનમાં 72 માં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

માણાવદર પોલીસ સ્ટેશનમાં વન વિભાગ સામાજિક વનીકરણ રેંજ માણાવદર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ૭૨ માં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
માણાવદર પીએસઆઇ સગારકાએ માનવ રક્ષણની સાથે વૃક્ષ રક્ષણ અને વૃક્ષારોપણ પ્રતિ લક્ષ્ય કેન્દ્રિત કરી તેમને વિવિધ જાતના વૃક્ષોનુ રોપણ માણાવદર પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં કરી જીવસૃષ્ટિના જતન માટે અમૂલ્ય કાર્ય કર્યું છે.

આ અંગે માણાવદર વનવિભાગના વન રક્ષક રીધીબેન બેરાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સરકારે વૃક્ષ ઉછેર તરફ જે અભિગમ અપનાવ્યો છે તે સરાહનીય બાબત છે હવે પર્યાવરણની સમતુલા અનિવાર્ય બાબત બની છે અને આ બાબતે દરેક લોકોએ જાગૃત બનવું જ પડશે વિકાસની પ્રક્રિયામાં આ વૃક્ષોનું પણ યોગદાન રહ્યું છે સરકારના વિકાસલક્ષી કાર્યો માં હવે દરેક માણસે પણ આ વિકાસ લક્ષી પ્રક્રિયામાં સામેલ થવું પડશે અને સરકારને સહયોગ આપવો પડશે અને પ્રથમ વૃક્ષારોપણ અને પ્રત્યેક વૃક્ષનો ઉછેર કરવા માનવે કટીબધ્ધ બનવુ રહ્યું. કોરોના જેવી મહામારીમાં આજે જ્યારે ઓક્સિજનની વધારે જરૂરિયાતો ઉત્પન્ન થઇ છે ત્યારે આપણે વૃક્ષો યાદ આવે છે.આવા બધા ઉમદા વિચારો ને કેન્દ્રમાં રાખી સરકારશ્રીના વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત માણાવદર વન વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં અઢળક વૃક્ષોનું રોપણ કરી ઓક્સિજનને જન્મ આપવા પ્રયાસો કર્યા છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં પીએસઆઇ સગારકા અને પોલીસ સ્ટાફ અને સામાજિક વનીકરણ રેંજ માણાવદરના સ્ટાફના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

 

રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20210729-WA0077-1.jpg IMG-20210729-WA0076-2.jpg IMG-20210729-WA0078-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!