જામનગર : મોડી રાત્રે શહેર ના ભાગોળે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનના મોત

જામનગર : મોડી રાત્રે શહેર ના ભાગોળે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવાનના મોત
Spread the love

જામનગર : જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે. બનાવ એટલો ભયાવહ હતો કે બંને મૃતકનો બંને ટ્રક વચ્ચે ફસાઈ ગયા હતા ફાયરની ટીમે સ્થળ પર પહોચી બને દેહને બહાર કાઢી, રોડ પર ફસાઈ ગયેલ વાહનોને અલગ કર્યા હતા.

જામનગર નજીક સર્જાયેલ વધુ એક ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ, ગત મોડી રાત્રે ખીજડીયા બાયપાસ પાસે જીજે ૧૦ ટીએક્સ ૬૩૦ અને જીજે ૧૦ ઝેડ ૫૩૯૨ નંબરના ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ધડાકાભેર બંને ટ્રક સામસામે અથડાતા બાયપાસ મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રકના મોરા સામસામે ટકરાતા એકબીજા સાથે જોઈન્ટ થઇ ગયા હતા. આ બનાવમાં બે યુવાનોને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બંનેને ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવની જાણ થતા પંચકોશી એ ડીવીજન પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ફાયરે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી બંન્ને વાહનોને અલગ કરી બંને મૃતકોને બહાર કાઢ્યા હતા. પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. મૃતકોની ઓળખ અને બનાવના કારણ સહિતની વિગતો મેળવવા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામા આવી છે.

Screenshot_20210729-155436.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!