ડભોઇ તાલુકાના થુવાવી અંબાવ નજીક ડિઝલ ભરેલા ટેન્કરે પલ્ટી મારી

“ડભોઇ તાલુકાના થુવાવી અંબાવ નજીક ડિઝલ ભરેલું ટેન્કરે પલ્ટી મારી”
આજરોજ વહેલી સવારે ડભોઇ વડોદરા વચ્ચે ડિઝલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું હતું. જામનગર થી પાવીજેતપુર જઈ રહેલું ટેન્કર નંબર GJ 03 7751 જે ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અને ટેન્કરના ચાલક અને કલિનર નો આબાદ બચાવ થયો હતો .ડ્રાયવર તથા ક્લીનર ને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.મળતી માહિતી મુજબ ડભોઇ રોડ પરથી ડિઝલ
ભરેલી ટેન્કર પસાર થઈ ગઈ હતી,
તેવખતેટેક્રના ચાલકે કોઈ કારણસર ટેન્કર પર ના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા
ટેન્કર રોડ ઉપર પલટી મારી ગઈ હતી અને રોડ ઉપર ડીઝલની
રેલમછેલ થઇ હતી. સદર બનાવની જાણ ડભોઇ પોલીસ માં થતા પોલીસના જવાનો ઘટનાસ્થળે આવી ટ્રાફિક ને નિયંત્રિત કર્યો હતો. જોકે ટેન્કરને નાનું મોટું નુકસાન થવા પામ્યું છે અને ટેન્કરને ક્રેન મારફતે બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી.પરિણામે કોઇ મોટી હોનારત સર્જાઈ ન હતી. સમગ્ર ઘટના સ્થળે આસપાસના ગામ લોકો દોડી આવ્યા હતા.
રીપોર્ટ:- ચિરાગ તમાકુવાલા ડભોઇ